ઉપસરપંચ સહિત ટોળા સામે ગુનો નોંધાયો
આણંદ : સોજીત્રા તાલુકાના કાસોર ગ્રામપંચાયતની ડેપ્યુટી સરપંચની ચૂંટણી બાદ વિજેતા ઉમેદવારના રોડ શોમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. આવી ઘટનાઓ રોજબરોજની થઈ હોવા છતાં પોલીસ અને વહીવટી પ્રસાસન આ મુદ્દે પરિણામલક્ષી કામગીરી કરાઈ રહી નથી. સભ્ય નાગરિકોમાં સરકારી તંત્રની આવી ઘટનાઓ મુદ્દે લોકટીકા થઈ હતી.
સોજીત્રાના કાસોરમાં યોજાયેલી ડે.સરપંચની ચૂંટણીમાં બાલુબેન પરમાર વિજયી થયા હતા
આ વિજય ઉન્માદમાં સત્તાના રોફ જતાવવા તેઓ અને તેમના સમર્થકો અને કાર્યકરો દ્વારા વિજય સરઘસ રેલી યોજાઈ હતી.
ગઈકાલે સાંજે જાહેરનામા ભંગ અને કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાડતી બનેલી આ ઘટના છતાં પોલીસ પ્રસાસન દ્વારા હજુ કોઈ કાર્યવાહી કરી હોય તેવી જાણ નથી. સરકારી પ્રસાસન સામાન્ય નાગરિકો સાથે આવી ઘટનાઓમાં કડક કાર્યવાહી કરે છે જ્યારે હાલ ઉપસરપંચની ચૂંટણીઓ યોજાઈ રહી છે. ત્યારે બનતી ઘટનાઓ નાગરિક સમાજને જોખમરૂપ બની રહી છે.
આ અંગે પોલીસે બાલુબહેન ભાનુભાઈ પરમાર, કાંતિભાઈ ફુલાભાઈ પરમાર, મગનભાઈ શનાભાઈ પરમાર, પ્રભાતભાઈ પશાભાઇ પરમાર, મહેશભાઈ શંકરભાી પરમાર સહિત ટોળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Other News : વડતાલ શ્રી સ્વામિનારાયણમાં ૧.૪૭ લાખ કિલો લીંબુ અને મરચાના અથાણું તૈયાર કરાયું