Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં ઠંડી વચ્ચે રાજકારણ ગરમાયું : ગ્રામ પંચાયતની ચુંટણીને લઈ રાત્રિ બેઠકોનો ધમધમાટ

ગ્રામપંચાયતો

આણંદ : રાજ્યમાં આગામી ૧૯ ડિસેમ્બરે યોજાનાર ગ્રામપંચાયતોની ચૂંટણીનો માહોલ પણ બરાબર ગરમાયો છે ત્યારે ગામોમાં ઉમેદવારોએ રાત્રિ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. આણંદ જિલ્લામાં યોજાનાર ૧૮૩ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇ ગામડામાં રાત્રિ બેઠકો, સભાઓ તથા ટેકેદારો વચ્ચેેની મીટીંગોથી ઠંડી વચ્ચે રાજકારણ ગરમાયું છે.

હરીફ ઉમેદવારને હરાવવા માટે દરેક પક્ષના ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે

જિલ્લાની ૧૮૩ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ૧૭૯ અને સભ્યપદ માટે ૧૦૫૪ ઉમેદવારો વચ્ચે આગામી તા.૧૯મી ડિસેમ્બરના રોજ ચૂંટણી જંગ ખેલાનાર છે. આણંદ જિલ્લામાં યોજાનાર ૧૯૨ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાંથી ૯ ગ્રામ પંચાયતો સમરસ થવા પામી હતી.

જિલ્લાની ૧૮૩ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ આગામી તા.૧૯ ડિસે.ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
સરપંચ-સભ્યની ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવારોએ પ્રચાર કાર્ય પૂરજોશમાં આરંભી દીધું છે, ગામડાંઓમાં રાત્રિ બેઠકો, ખાટલા પરિષદો તથા સમર્થકો સાથેની મીટીંગો જેવી ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.

Other News : RRSA INDIA દ્વારા જીવદયાને અનુલક્ષીને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ

Related posts

વલાસણમાં મેલડી માતાના મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ : કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ થયો, જુઓ તસ્વીરો

Charotar Sandesh

આણંદ જિલ્‍લામાં બે બાળલગ્‍નો થતાં અટકાવવામાં આવ્‍યા…

Charotar Sandesh

ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ ઉપરાંત આ અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય રહેશે, જુઓ

Charotar Sandesh