આજે વડાપ્રધાન મોદીએ બનાસકાંઠા, પાટણ બાદ આણંદમાં ત્રીજી જાહેરસભાને સંબોધી હતી
પીએમ મોદીએ સરદાર પટેલ અને ખંભાતમાં અવારનવાર થતા હુલ્લડોને લઈ કૉંગ્રેસ પર પ્રહારો કર્યા
આણંદ : ગુજરાત વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ ગયું છે, ત્યારે હવે આગામી પ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થનાર છે, ત્યારે આજે પીએમ મોદી સહિતના નેતાઓ જંગી જનસભા યોજી પ્રચાર કરી રહ્યા છે.
પીએમ મોદીએ આજે બનાસકાંઠા, પાટણ બાદ આણંદમાં ત્રીજી જાહેરસભા યોજી હતી. જેમાં સરદાર પટેલ અને ખંભાતમાં અવારનવાર થતા હુલ્લડોને લઈ કૉંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.
PM મોદીએ કહ્યું હતું કે, કૉંગ્રેસને સરદાર સાહેબ સાથે વાંધો અને દેશની એકતા સામે પણ વાંધો હતો. કારણ કે, એનું આખું રાજકારણ ભાગલા પાડો અને રાજ કરોનું હતું અને સરદાર સાહેબનું એક કરોનું હતું, તો મેળ જ ન પડે ને. કૉંગ્રેસના નેતાઓ તમારે ત્યાં વોટ માગવા આવે તો તેને સવાલ પૂછજો કે,સરદાર વલ્લભભાઈ પટેલ કૉંગ્રેસમાં હતા?, સરદાર સાહેબે દેશને એક કરવાનું કામ કર્યું હતું?, સરદાર સાહેબનું સરદાર સરોવર ડેમ પર દુનિયાનું સૌથી મોટું સ્મારક બન્યું છે ત્યાં તમે ક્યારેય જઈ આવ્યા?
આણંદના સોજિત્રામાં વડાપ્રધાને કહ્યું હતું કે, કોઈપણ વ્યકિત એક મતની તાકાતને ઓછી ન આંકે, સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ થયા હતા. એક વખત ચૂંટણી લડ્યા તો એક વોટે હારી ગયા હતા. પછી બધાને પસ્તાવો થયો કે હું વોટ આપવા ગયો હોત તો સરદાર સાહેબ પ્રમુખ થઈ જાત.એક વોટના કારણે સરદાર સાહેબ પ્રમુખ થતા રહી ગયા હતા અને એટલા માટે તમે તમારા એક એક વોટની તાકાત સમજજો.
Other News : અમદાવાદમાં PM મોદીનો વન-મેન શો : રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા