અમૂલ ડેરીના હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા
કૃષિને કેમિકલની પ્રયોગ શાળામાંથી બહાર કાઢી પ્રકૃત્તિની પ્રયોગ શાળા સાથે જોડવાનું દેશના ખેડૂતોને વડાપ્રધાનશ્રીનું આહવાન : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી
પ્રાકૃતિક ખેત ઉત્પાદક ખેડૂતોને યોગ્ય બજાર મળી રહે તે માટે માર્કેટિંગ ચેઈન ઉભી કરવામાં આવી રહી છે – કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ
ગુજરાત આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આત્મનિર્ભર ગુજરાતથી પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ છે – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
આણંદ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૃષિને કેમિકલની પ્રયોગ શાળામાંથી બહાર કાઢી પ્રકૃત્તિની પ્રયોગ શાળા સાથે જોડવાનું દેશના ખેડૂતોને આહવાન કર્યું છે. સમગ્ર વિશ્વ અત્યારે ગ્લોબલ વોર્મિંગના સંક્રમણકાળમાંથી પસાર થઇ રહ્યું છે. જળવાયુ પરિવર્તનો ખતરો તોળાઇ રહ્યો છે. તેના ઉપચારાત્મક પગલાં રૂપે જમીન અને કૃષિમાં રાસાયણિક ખાતરો અને કિટનાશકોનો વપરાશ બંધ કરી પ્રકૃતિ તરફ પાછા વળવા તેમણે આગ્રહ કર્યો છે.
ઉદ્યમી અન્નદાતાની આવક વધે તથા કૃષિક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન મળે તે માટે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગના રાષ્ટ્રીય પરિષદમાં નેચરલ ફાર્મિંગ ઝીરો બજેટ ખેતી અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું.
આણંદ ખાતે દેશની સર્વ પ્રથમ પ્રાકૃત્તિક ખેતીની રાષ્ટ્રીય પરિષદને વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉક્ત સંદર્ભે ઉમેર્યું કે, ભારતે ક્લાયમેટ ચેન્જ સમિટમાં જીવનને વૈશ્વિક અભિયાન બનાવવાનું આહવાન કર્યું હતું. ૨૧મી સદીમાં તેનું નેતૃત્વ ભારત અને ભારતના ખેડૂતો કરવાના છે. વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, આઝાદી પછીના દાયકાઓમાં કૃષિનો વિકાસ જે રીતે અને જે દિશામાં થયો છે એ આપણે સૌએ જોયું છે. આઝાદીના ૧૦૦માં વર્ષ સુધી કૃષિ ક્ષેત્રે નવી જરૂરિયાતો અને નવા પડકારો અનુસાર કૃષિને ઢાળવી પડશે.
વડાપ્રધાન શ્રી મોદીએ આત્મ નિર્ભર ભારતના સપનાને સાકાર કરવા કૃષિ અને કૃષિકારોને આત્મ નિર્ભર બનાવવા સાથે પ્રાકૃતિક ખેતીને મહત્વ આપી જનજનનું આંદોલન બનાવવા અપીલ કરી હતી.
Other News : આણંદ જિલ્લામાં ૧૭ લાખના લક્ષ્યાંક સામે કેટલા લોકોએ પ્રથમ અને બીજો વેક્સિન ડોઝ લીધો, જાણો