Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

દિવાળીના તહેવારોને લઈ ખાનગી બસ સંચાલકો દ્વારા ભાડું વધારી ઉઘાડી લુંટ ચલાવાય રહી છે

ખાનગી બસ

રાજકોટ : સામાન્ય દિવસોમાં સૌરાષ્ટ્ર તરફ જવા માટે સીંગલ સોફાનુ ભાડુ ૭૦૦ રૂપિયાની આસપાસ વસુલ કરવામાં આવતુ હોય છે. જ્યારે દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને તેમાં સીધો બમણો વધારો કરીને સિંગલ સોફાના ૧૪૦૦ રૂપિયા સુધી વસુલ કરવામાં આવતા હોય છે. જ્યારે બસમાં પણ સિંગલના સોફામાં એકના બદલે બે અને ડબલના સોફામાં બેના બદલે ત્રણ વ્યક્તિને મોકલવામાં આવતા હોય છે.

આવી સ્થિતિ દર વર્ષે સર્જાતી હોવા છતાં તેનુ કાયમી નિરાકરણ નહીં આવતા ગરજાઉ લોકો લૂંટાતા હોય, દિવાળી વેકેશન પડતાની સાથે જ શહેરમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ માદરે વતન જતા હોય છે. આનો લાભ લઇને ખાનગી લકઝરી બસના સંચાલકો દ્વારા સામાન્ય દિવસો કરતા બમણાં ભાવ વસુલવાની સાથે સાથે બસમાં પણ મુસાફરોને ઠાંસી ઠાંસીને ભરવામાં આવતા હોય છે. જેથી ૫૬ સીટ ધરાવતી બસમાં ૭૬ લોકોને ભરીને સૌરાષ્ટ્ર લઇ જવામાં આવતી હોય છે.

તેમ છતાં આની સામે કોઇ કાર્યવાહી સુધ્ધાં કરવામાં આવતી નથી

આજ કારણોસર ડાયમંડ વર્કર યુનિયને કલેકટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને બસના ભાડામાં થતી ઉઘાડી લૂંટ અટકાવવા માટે રજુઆત કરી છે.

શહેરમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ દિવાળી વેકેશન પડતાની સાથે જ ભાવનગર, અમરેલી, રાજકોટ, ઉના, જુનાગઢ, જામનગર સહિતના વિસ્તારોમાં સુરતથી રવાના થતા હોય છે. સૌરાષ્ટ્ર તરફ જતા લોકોનો ધસારાને ધ્યાને રાખીને એસટી તંત્ર દ્વારા દર વર્ષે એસટી બસની સંખ્યામાં વધારો કરતું હોય છે. આ વર્ષે પણ ૧૫૦૦થી વધુ બસ દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.

તેમ છતાં તેને પહોંચી વળે તેવી સ્થિતિ નથી. આજ કારણોસર ખાનગી લકઝરી બસના સંચાલકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. તેને અટકાવવા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેકટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ભાવ ઘટાડો કરવા રજુઆત કરી છે.

Other News : કેન્દ્ર સરકારે પેટ્રોલમાં પ અને ડીઝલમાં ૧૦ રૂપિયાની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી : આવતીકાલથી લાગુ થશે

Related posts

મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ અભિશાપ બન્યો… બે હજારથી વધુ ઝાડનું નિકંદન નીકળી ગયું…!!

Charotar Sandesh

ભૂકંપથી ફરી ધણધણ્યું ગુજરાત, વડોદરાથી સુરત સુધી અનુભવાયા 4.3 તિવ્રતાના આંચકા…

Charotar Sandesh

હવે પૂછીશ તો તને પતાવી દઇશ, અહીં માણસને કહીને ઠોકાવી દઇશ : મીડિયાકર્મીને ધમકી…

Charotar Sandesh