Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

ગુજરાતમાં વરસાદી માહોલ : ૫૨ તાલુકાઓમાં મેઘરાજાની ધુંઆધાર બેટિંગ : સાર્વત્રિક વરસાદ

ગુજરાતમાં વરસાદી

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી ઘણા જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેમાં ૧૫ તારિખ સુધી આગાહી કરવામાં આવી હતી.

છેલ્લા અઠવાડિયાથી રાજ્યભરમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે આગામી તહેવાર નવરાત્રીમાં વરસાદને લઈ હવામાન વિભાગે વધુ એક આગાહી કરતાં ખૈલેયાઓ સહિત ગરબા આયોજકોમાં ચિંતા વ્યાપી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી તારિખ ૨૬ થી ૨૮ સપ્ટેમ્બર તેમજ ૩ થી ૫ ઓક્ટોબર દરમ્યાન ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે

વધુમાં, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સતત અમદાવાદ, સુરત, આણંદ, વડોદરા સહિત વિસ્તારોમાં મેઘરાજા બરોબર વરસ્યા છે, જેને લઈ ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત અનુભવી છે.

જેમાં સવારના ૬થી ૧૦ વાગ્યા સુધી વરસેલા વરસાદમાં આજે સૌથી વધુ જામજોધપુરમાં ૧.૫ ઈંચ વરસાદ વરસ્યો છે. તો ચોટીલામાં સવા ઈંચ, લોધિકામાં સવા ઈંચ, વલસાડમાં ૧ ઈંચ, કોડીનારમાં ૧૭ મીમી વરસાદ, વાગરામાં ૧૭ મીમી, રાપરમાં ૧૭ મીમી, થાનગઢમાં ૧૭ મીમી, હાંસોટમાં ૧૬ મીમી, લીમખેડામાં ૧૪ મીમી અને વાપીમાં ૧૩ મીમી વરસાદ વરસ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

Other News : ગુજરાતના દરિયામાંથી ૨૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું : ૬ પાકિસ્તાનીઓની ધરપકડ : કઈ લઈ જવાતું હતું ડ્રગ્સ ? જુઓ

Related posts

મહેસાણામાં ગાયિકા કાજલ મહેરિયા સહિત ૧૪ વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ…

Charotar Sandesh

આઝાદીનો અમૃત મહોત્સવ : વડાપ્રધાનએ મોદી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી…

Charotar Sandesh

ચૂંટણી માટે કોંગ્રેસનો ‘શપથ પત્ર’ જાહેર, ટેક્સમાં રાહત આપવા સહિત કરી અનેક મોટી જાહેરાત…

Charotar Sandesh