૭૩ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી રાજયના મહેસુલ અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીના હસ્તે આણંદ ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯:૦૦ કલાકે કરવામાં આવશે
પ્રાંત અધિકારી શ્રીમતી જે. સી. દલાલે ૭૩ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ કર્યું
આણંદ : જિલ્લાના મુખ્ય મથક આણંદ ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સવારે ૯-૦૦ કલાકે રાજયના મહેસુલ અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીના હસ્તે કરવામાં આવશે.
૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેનું રિહર્સલ આણંદના પ્રાંત અધિકારી શ્રીમતી જે. સી. દલાલે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કર્યું હતું. આ રિહર્સલમાં શ્રીમતી દલાલએ મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્બભાઇ ત્રિવેદીનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટુકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, મંત્રીશ્રીનું ઉદબોધન, વૃક્ષારોપણ સહિતનાં આયોજનોનું રિહર્સલ કર્યું હતું.
પ્રાંત અધિકારીશ્રીએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા યોજાનાર પોલીસ પરેડ નિહાળી હતી. આ ઉપરાંત કાર્યક્રમનાં દિવસે પદાધિકારી/અધિકારીઓ, પત્રકારો સહિત નાગરિકો માટેની બેઠક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી સુચારૂં વ્યવસ્થા ગોઠવવા માટેની સુચનાઓ સંબંધિત અધિકારીઓને આપી હતી. આમ, જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓ કોવિડ-૧૯ની ગાઇડલાઇનને અનુસરીને સંપન્ન કરી તેને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
રિહર્સલમાં ટ્રાફિક પોલીસ, પુરૂષ પોલીસ ટુકડી, ઘોડેસ્વાર, મહિલા પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી, સહિતની ટુકડીઓ દ્વારા પરેડ યોજવામાં આવી હતી. આ રીહર્સલ પ્રસંગે સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Other News : ગુજરાતના આ શહેરોમાં ૩ દિવસ કોલ્ડ વેવની આગાહી કરાઈ : ઠંડા પવનો ફુંકાશે