Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આગ પ્રકરણમાં દુકાન માલિક સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ ગણતરીના કલાકોમાં છુટકારો

આણંદ આગ પ્રકરણ

શહેરના મધ્ય ભાગમાં ગત ૯મી ઓગસ્ટે ભયાનક આગનો બન્યો હતો

આણંદ : શહેરના મધ્ય ભાગમાં ગત ૯મી ઓગસ્ટે ભયાનક આગનો બનાવ બન્યો હતો, જેમાં ફરિયાદ નોંધાયાના બે અઠવાડિયા પછી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ આઠ કલાકમાં તમામ આરોપીઓના જામીન પર છૂટકારો થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેરમાં રહેતા સુનિલભાઈ ઉર્ફે સોનુભાઈ કનૈયાલાલ ખટવાણી જે આણંદ શહેરમાં સ્ટેશન રોડ ઉપર નગરપાલિકા સામે આવેલા કોમ્પલેક્ષમાં પોતાના પિતા કનૈયાલાલ ખટવાણી અને પુત્ર મોહિત ખટવાણી સાથે ફટાકડાની દુકાન ધરાવતા હતા. ગત નવમી ઓગસ્ટે આ દુકાનમાં આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે પાસેના કોમ્પલેક્ષને પણ ઝપેટમાં લઈ લીધા હતા. જોકે, સમગ્ર મામલે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. પરંતુ એફએસએલના રિપોર્ટ અને પોલીસની તપાસ બાદ એવી હકીકત બહાર આવી હતી કે, શખસે પરવાના કરતાં વધુ જથ્થો તેની દુકાનમાં રાખ્યો હતો. શહેરની વચ્ચોવચ્ચ ગોડાઉન ન રાખી શકાય તેવો નિયમ છતાં પણ ગેરકાયદે ગોડાઉન ઊભું કર્યું હતું. આ આગમાં રૂપિયા ૮૭ લાખના નુકસાનનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.

તપાસ બાદ આખરે હિતેશ મોહનાનીની ફરિયાદના આધારે પોલીસે સુનિલ ઉર્ફે સોનુ કનૈયાલાલ ખટવાણી, મોહિત સુનિલ ઉર્ફે સોનુભાઈ ખટવાણી અને કનૈયાલાલ દુલ્હનમલ ખટવાણી વિરૂદ્ધ એક્સપ્લોઝીવ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

Other News : આણંદ જિલ્લામાં તા.૧૭મીના રોજ એક જ દિવસમાં ૮૧,૩૦૮ નાગરિકોને વેકસીન અપાઈ : વાંચો વિગત

Related posts

આગામી 36 કલાકમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Charotar Sandesh

સમગ્ર પંથકમાં દુષ્કર્મ કરનાર આરોપીઓ સામે ફીટકારની લાગણી : ફાંસી આપવાની માંગ ઉઠી…

Charotar Sandesh

આણંદમાં ફાયર સેફટી મુદ્દે નોટીસ ફટકારાતા બિલ્ડરોએ ઉલટા ચોર કોટવાલ કો ડાંટે…ની સ્થિતિ સર્જી…!

Charotar Sandesh