આણંદ : કેન્દ્ર સરકાર ધ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા.૧લી થી તા. ૩૧મી ઓક્ટોબર,૨૦૨૧ દરમિયાન “સ્વચ્છ
ભારત-CLEAN INDIA” અંતર્ગત નહેરૂ યુવા કેન્દ્ર- આણંદ અને જિલ્લા વહિવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમો હાથ
ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં આણંદની જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા ચિખોદરા ચોકડી થી ગણે ચોકડી
સુધીની સ્વચ્છતા પદયાત્રા યોજવામાં આવી હતી. આ પદયાત્રાને જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન
કરાવ્યું હતું.
આ પદયાત્રાને જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ પૂ. મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને આત્મસાત કરી શહેર-
નગર -ગામ-જિલ્લાને અને ગુજરાતને સંપૂર્ણ સ્વચ્છ અને નિર્મળ બનાવી પૂજય મહાત્મા ગાંધીજીને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરવા
જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી.
આ પદયાત્રા ચિખોદરા ચોકડીથી શરૂ થતાં ગણેશ ચોકડી સુધીના માર્ગમાં પદયાત્રા માર્ગમાં સાફ-સફાઇ કરવાની સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક કચરાનું એકત્રીકરણ કરી માર્ગની સફાઇ કરી હતી
આ પદયાત્રામાં ચિખોદરા ગામના સરપંચશ્રી, તલાટી, જિલ્લા રમતગમત અધિકારીશ્રી અને કર્મયોગીઓ, જિલ્લા રમતગમત
કન્વીનર, જિલ્લાના યોગ કોચ શ્રી નિકુલસિંહ રાજ, જિલલા રમતગમતના ટ્રેઇનોર અને ચિખોદરા ગ્રામ પંચાયતના સફાઇ કર્મયોગીઓ
આ પદયાત્રામાં જોડાયા હતા અને સ્વચ્છતા અભિયાનન સાર્થક બનાવ્યું હતું તેમ આણંદના જિલ્લા રમતગમત અધિકારીએ એક યાદી
દ્વારા જણાવ્યું છે.
Other News : આણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ની કારોબારીની રચના અંતર્ગત મિટિંગ કરવામાં આવી