Charotar Sandesh
ઈન્ડિયા

વડાપ્રધાન મોદી ૩૧ ઓક્ટોબરે ગુજરાત આવે તેવી શક્યતાઓ

વડાપ્રધાન મોદી

ન્યુ દિલ્હી : વડાપ્રધાન બન્યા બાદ અનેક વાર પીએમ મોદી ગુજરાતની મુલાકાતે લઈ ચુક્યા છે ત્યારે ફરી એકવાર વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવે તેવું મનાઈ રહ્યું છે PM મોદી રાષ્ટ્રીય એકતા દિવસ પર એટલે ૩૧ ઓક્ટોબરના દિવસે ગુજરાતની મુલાકાતે આવે તેવી સુત્રો તરફથી જાણકારી મળી રહી છે, આ દિવસે તેઓ કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલીન પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે, તેમજ કેવિડિયા કોરોની ખાતે વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હત અને લોકાર્પણ કરે તેવું મનાઈ રહ્યું, વડાપ્રધાનની આ ગુજરાત મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે.

પીએમ મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ રાષ્ટ્રજોગ સંબોધન પણ કરશે. મહત્વનું છે કે ગુજરાતમાં આગામી ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે ગુજરાતમાં ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, અહીં ઉલ્લેખનિય છે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ભાજપની તમામ પેનલોનો ભવ્ય વિજય થતા વડાપ્રધાન મોદીએ ટ્ટ્‌વીટ કરી, મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત તમામને જીતની શુભેચ્છાઓ આપી હતી, જો કે ગુજરાતના રાજકારણમાં બદલાવ બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વાર ગુજરાત પ્રવાસે આવનાર છે ત્યારે ગુજરાતમાં ત્યારે ગુજરાતને લઈને મહત્વનું જાહેરાત પણ કરવામાં આવે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

ગુજરાતમાં સત્તા પરિર્વતન બાદ નવી સરકાર રચાઈ છે એવામાં ગુજરાતમાં ભાજપના સિનિયમ મંત્રીઓને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે, આજે જ જૂના મંત્રીઓને ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, તેમજ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપાના મોટા નેતાઓને ભાજપની આ કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવાંમાં આવી છે એવામાં ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે.અડવાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ભારતીબેન શિયાળ, અમિત શાહ, મનસુખ માંડવિયા અને સહિતના નેતાઓનો પણ સમાવેશ કરાયો છે. જોકે કેન્દ્ર ભાજપના દિગ્ગજ નેતા વરુણ ગાંધીને બાકાત રાખવામાં આવ્યા હતા.

Other News : ખેલૈયાઓ આનંદો : નવરાત્રિમાં વરસાદ નહિ બને વિઘ્ન, ચોમાસુ સત્તાવાર વિદાય લેશે

Related posts

એક જ બાળક હશે તો ૨૦ વર્ષ સુધી મફત શિક્ષણ, સારવાર : ઉત્તરપ્રદેશમાં ડ્રાફ્ટ તૈયાર

Charotar Sandesh

વડાપ્રધાન મોદીએ મ.પ્રદેશમાં આવાસ યોજના હેઠળ ૧.૭૫ લાખ ઘરોનું ઉદ્ધાટન કર્યું…

Charotar Sandesh

કાશ્મીરમાં આતંકવાદીઓ પાકિસ્તાનના ઈશારાની રાહ જોઈ રહ્યા છે

Charotar Sandesh