૭૧ કુમાર અને ૬૮ કન્યા મળી ૧૩૯ બાળકોનું નામાંકન કરાવી શાળા પ્રવેશ કરાવતા સાંસદ મિતેષ પટેલઆણંદ-ખેડા જિલ્લામાં રાત્રે પવન સાથે ધોધમાર વરસાદ : અમૂલ ડેરી રોડ ઉપર આઈસર ખાડામાં ફસાઈ
તા. ૨૪ મી ના રોજ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીની ઉમરેઠ અને તા. ૨૫ મી ના રોજ મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીની પેટલાદ તાલુકાની શાળાઓમાં પ્રેરક ઉપસ્થિતિ રહેશે
આણંદ : પીએમ નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ-૨૦૦૩થી ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા આજથી સમગ્ર ગુજરાતમાં શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલાના ભાગરૂપે આણંદના સાંસદ મિતેષ પટેલે બોરસદ તાલુકાના ડાલી, બદલપુર અને જુના બદલપુર ખાતે યોજાયેલ શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહ અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ કરાવ્યો હતો.
આણંદ લોકસભા સાંસદ મિતેષભાઇ પટેલે આ ત્રણેય ગામમાં પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન કરાવીને બાળકોને વ્હાલથી તેડીને અને આંગળી પકડીને શાળામાં પ્રવેશ કરાવ્યો, તો બાળકો સાથે અને બાળકો વચ્ચે બેસી જઇને નાના ભૂલકાંઓ સાથે એક પિતાતુલ્ય વ્હાલ કરેલ, સાંસદે આ પ્રસંગે શાળામાં પ્રવેશ મેળવનાર પ્રત્યેક બાળકોને તેમના ભાવિ કારકીર્દીની શુભેચ્છાઓ આપી શાળામાં પ્રવેશ મેળવનાર ગામનું બાળક સ્કૂલમાં આવીને શું ભણે અને શાળામાં શું ભણાવવામાં આવે તેની માતા-પિતા સહિત ગામના તમામ નાગરિકોને કાળજી રાખવા સુચના આપેલ હતી.
સાંસદે શિક્ષકોને ગામના વિદ્યાર્થીઓ વધુને વધુ અભ્યાસ કરવા પ્રેરાય તેવા વાતાવરણનું નિર્માણ થાય સાથે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડવાની સાથે પ્રોત્સાહિત કરવાનો અનુરોધ કરેલ હતો
તેમણે ડાલી, બદલપુર અને જુના બદલપુર ગામે આંગણવાડી અને ધો.૧માં એમ ત્રણેય શાળાઓમાં મળીને કુલ ૭૧ કુમાર અને ૬૮ કન્યા એમ કુલ ૧૩૯ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવેલ, આંગણવાડીના ૧૪ કુમાર અને ૦૭ કન્યા જયારે ધો.૧માં ૫૭ કુમાર અને ૬૧ કન્યાઓનો પ્રવેશોત્સવમાં હતા. આ શાળા પ્રવેશોત્સવ પ્રસંગે અગ્રણી રમણભાઇ સોલંકી, ગામોના સરપંચો, જિલ્લા પ્રોટેકશન ઓફિસર એસ.એમ.વ્હોરા, મામલતદાર, બી.આર.સી./સી.આર.સી. કો-ઓર્ડીનેટર, ગામના અગ્રણી નાગરિકો, વાલીઓ, આચાર્યો, શિક્ષકોએ ઉપસ્થિત રહીને શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોનો ઉત્સાહ વધારે હતો.
Other News : આણંદ-ખેડા જિલ્લામાં રાત્રે પવન સાથે ધોધમાર વરસાદ : અમૂલ ડેરી રોડ ઉપર આઈસર ખાડામાં ફસાઈ