૨૫૯ બાળકોને શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે સ્કુલબેગ, પુસ્તક અને ચોપડાઆપી શાળા પ્રવેશ કરાવાયો
તા. ૨૪ મી ના રોજ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીની ઉમરેઠ અને તા. ૨૫ મી ના રોજ મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીની પેટલાદ તાલુકાની શાળાઓમાં ઉપસ્થિતિ રહેવાના છે
આણંદ : તા. ૨૩ જૂનથી આરંભાયેલા શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે આણંદ નગરપાલિકા હસ્તકની શાળા નંબર ૩૧ ધોળોકુવા પ્રાથમિક શાળા, આણંદ નગરપાલિકા શાળા નંબર ૨૮ બાકરોલ કન્યા પ્રાથમિક શાળા અને આણંદ નગરપાલિકા શાળા નંબર ૩૩ ભાઇકાકા નગર પ્રાથમિક શાળા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવશ્રી અને આણંદ જિલ્લાના પ્રભારી સચિવશ્રી મોહમ્મદ શાહિદની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ હતી.
આ શાળાપ્રવેશોત્સવમાં જિલ્લાના પ્રભારી સચિવશ્રી મોહમ્મદ શાહીદે પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવેલ કે શાળા પ્રવેશોત્સવના કારણે ડ્રોપ આઉટ રેશીયો ઘણો ઓછો થયો, ત્યારે આજે શાળામાં દાખલ થયેલ બાળકો અધવચ્ચેથી શાળા છોડી ન જાય તે જોવા અને ભૂલકાઓમાં સારા શિક્ષણની સાથો સાથ સંસ્કારનું સિંચન કરવા તથા સારા નાગરિક બનાવવા શિક્ષકોને ખાસ અપીલ કરેલ હતી. તથા ગામમાં કોઇપણ બાળક હજી શાળાએ આવતા ન હોય તો તેમનો રૂબરૂમાં સંપર્ક કરીને વાલીઓ પોતાના બાળકોને શાળામાં મોકલે તે જોવા પણ તેઓએ અનુરોધ કરેલ હતો.
આંગણવાડી અને પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવનાર આંગણવાડીના ૩૫, ધો.૧ માં ૯૪ અને ધો. ૬ માં ૧૩૦ મળી કુલ ૨૫૯ બાળકોને બેગ, પુસ્તક અને ચોપડા આપી શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો
સાથોસાથ ‘‘એક બાળક એક છોડ’’ના સંકલ્પ સાથે દરેક શાળામાં કાર્યક્રમને અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી શિવાંગીબેન શાહ દ્વારા બાળકોને ફ્રુટ અને બિસ્કીટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં વોર્ડના કાઉન્સીલર કિરણસિંહ, શિક્ષણાધિકારી કચેરીના ઇન્સ્પેકટર તેજેન્દ્રસિંહ, એસ.એમ.સી. કમિટીના અધ્યક્ષ નિલેશભાઇ, લાયોનસ કલબના પ્રમુખ પ્રેમીલાબેન, આંગણવાડીના પ્રમુખ હેકલતાબેન, અગ્રણી ચિંતન પાઠક, સી.આર.સી કો-ઓર્ડીનેટર કલ્પનાબેન, પ્રા.શાળાના આચાર્ય ગાયત્રીબેન સહિત શાળાઓના શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહેલ હતા.
Other News : બોરસદ તાલુકાના ડાલી તેમજ જુના બદલપુર ખાતે સાંસદ મિતેષ પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો