Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

એશિયામાં નંબર વન અમૂલ ડેરીનું ટર્ન ઓવર ૧૦ હજાર કરોડને પાર થયું : અર્થતંત્ર-રોજગારી માટે આશીર્વાદરૂપ

અમૂલ ડેરી (amul dairy)

સેકન્ડ સોર્ટેડ વિર્યડોઝ થકી ૨૪૦૦થી વધુ પશુઓના વિયાણથી ૧૭૦૦થી વધુ પાડી અને વાછરડીનો જન્મ થયો : રામસિંહ પરમાર

નવી આધુનિક પધ્ધતિ થી ગાય-ભેંસના કુલ ૧ લાખ કરતા પણ વધુ વીર્યડોઝનું વિતરણ મંડળીઓને કરાયું

આણંદ : વિશ્વભરમાં પ્રખ્યાત અને એશિયામાં નંબર વન અમુલ ડેરી (amul dairy) ના બિઝનેસમાં વધારો થતાં રોજગારી તેમજ અર્થતંત્રને મોટું બળ મળી રહ્યું છે, તેમજ અનેક ફાર્મર ફેમિલી હવે ખેતી સાથે પશુપાલન તરફ વળેલ છે, તો બીજા પશુપાલકોએ તબેલા થકી દૂધ ઉત્પાદનને જ પોતાનો વેપાર-રોજગાર બનાવી દીધેલ છે.

આણંદમાં આવેલ અમૂલ ડેરી (amul dairy) ની ખાસ સાધારણ સભા ગુરૂવારના રોજ મળી હતી

આ સભામાં અમૂલ ડેરી (amul dairy) ના ચેરમેન રામસિંહ પરમારે અમુલ ડેરીની સફળતા માટે સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, ડૉ. વર્ગિસ કુરિયર તેમજ ત્રિભુવનદાસ પટેલને યાદ કરી તેમણે અમુલ માટે આપેલા સહકાર-યોગદાન બદલ આભાર વ્યક્ત કરેલ હતો.

આ કાર્યક્રમમાં અમૂલ ડેરી (amul dairy) ચેરમેન રામસિંહ પરમારે કહેલ કે, આ વર્ષ ૨૦૨૧-૨૨ આંતરરાષ્ટ્રીય ડેરી બિઝનેસ માટે ખુબજ કપરું સાબિત થયેલ છતા ટર્નઓવર રુ ૧૦૨૨૯ કરોડને પાર થયું છે, આ સંઘનાં કાર્યક્ષેત્રમાં દુધ ઉત્પાદન બમણું કરવાના હેતુસર આરડા દ્વારા પશુપાલનમાં વિવિધ નવી આધુનિક પધ્ધતિનો છેલ્લા બે વર્ષથી અમલમાં કરાયો છે, જેના ઘણા ઉત્તમ પરિણામ આવેલ છે.

તેઓએ વધુમાં જણાવેલ કે, સેકસ્ડ સોર્ટેડ વિર્યડોઝ થકી ૯૦ ટકા જેટલા પાડી-વાછરડીનો જન્મ થતો હોય છે, સેકસ્ડ સીમેનનાં પ્રતિ ડોઝની કિંમત ૭૫૦ હોય છે જે સભાસદોને ફક્ત રૂપિયા ૫૦માં અપાય છે, વધુમાં, આરડા-ઓડ દ્વારા ગાય- ભેંસના આશરે ૧ લાખથી વધું વીર્યડોઝનું મંડળીઓને વિતરણ કરાયું છે, જે મુજબ ૮૫ હજારતી વધુ વિર્યદાન થયેલ છે અને ૧૩,૫૦૦થી વધુ પશુઓ ગાભણ માલુમ પડેલ છે, જેમાં ૨૪૦૦થી વધુ પશુઓના વિયાણ થકી ૧૭૦૦થી વધુ પાડી, વાછરડીનો જન્મ થયેલ છે, જે આધુનિક પધ્ધતિ છે.

Other News : આણંદ નગરપાલિકાની શાળા નંબર ૩૧, ૨૮ અને ૩૩ ખાતે થયેલ શાળા પ્રવેશોત્સવ યોજાયો

Related posts

આણંદ જિલ્લામાં સુશાસનના પાંચ વર્ષની ઉજવણીના પ્રથમ દિવસે યોજાશે ‘જ્ઞાન શક્તિ દિવસ’

Charotar Sandesh

કોરોનાનો રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવો અને ઝડપથી નિદાન મેળવો : જિલ્લા કલેકટર આર.જી.ગોહિલ

Charotar Sandesh

વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૨મો પદવીદાન સમારોહ સંપન્ન…

Charotar Sandesh