Charotar Sandesh
બોલિવૂડ

શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પર કાર્લ બાર્ડસના પુસ્તકનો એક ફકરો શેર કર્યો

શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ

મુંબઈ : શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પર કાર્લ બાર્ડસના પુસ્તકનો એક ફકરો શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે, કોઇ પણ વ્યક્તિ પાછા ફરીને એક નવી શરૂઆત કરી શકતું નથી. પરંતુ કોઇ પણ અત્યારથી એક નવા જીવનની શરૂઆત કરીને એક નવો અંત લાવી શકે છે.

પુસ્તકમાં આગળ લખ્યું છે કે, આપણે કલાકો સુધી બેસીને ચિંતન કરીએ છીએ કે આપણે શું ખોટા ફેંસલા કર્યા છે, જીવનમાં શું ભૂલો કરી છે, ક્યા મિત્રોએ આપણને દુઃખ પહોચાડયું છે. આપણે કદાચ વધુ સ્માર્ટ, અધિક ધૈર્યવાન અથવા ફક્ત સારા જ હોત તો સારું હોત.

આ પુસ્તકમાં વધુમાં લખ્યું છે કે, આપણે ગમે તેટલું વિચારીએ કે પ્રયાસ કરીએ તો પણ અતીતને નથી બદલી શકતા. પરંતુ આપણે નવા ફેંસલાઓ સાથે નવા રસ્તા પર જરૂર આગળ વધી શકીએ છીએ. આપણે ભૂતકાળની આપણી ભૂલોને નજરઅંદાજ કરીને અને આપણી આસપાસના લોકો સાથે સારા બનીને જીવન જીવી શકીએ છીએ. આપણને પોતાને બદલવા માટે આપણી પાસે ઘણા સારા અવસર છે. ભૂતકાળમાં કરેલી ચીજોથી મારે પ્રભાવિત થવાની જરૂર નથી. હું જેવું ઇચ્છું તેવું મારું ભવિષ્ય બનાવી શકું એમ છું.

આ પરથી લોકો એવી અટકળ કરી રહ્યા છે કે, શિલ્પા રાજ કુન્દ્રા સાથે લગ્ન કરીને પોતાની ભૂલથી નથી માની રહી ? શું તે પતિ રાજ કુન્દ્રાથી છુટી થવા માંગે છે ? તે પોતાના સંતાનોનો ઉછેર પોતાની કમાણીથી કરવા માંગે છે ? પતિ રાજ કુન્દ્રાની ધરપકડ પછી શિલ્પા શેટ્ટી સતત ચર્ચામાં છે.

Other News : Bollywood : અજય દેવગણ આગામી ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે

Related posts

સુશાંત આપઘાત કેસ : બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી…

Charotar Sandesh

હું નસીબદારુ છું કે મને ચેલેન્જિંગ પાત્ર ભજવવાની તક મળી છેઃ યામી ગૌતમ

Charotar Sandesh

હું ખરેખર તો બહુ શાંત છું, ઘમંડી નથી : વાણી કપૂર

Charotar Sandesh