Charotar Sandesh
બોલિવૂડ

Bollywood : અજય દેવગણ આગામી ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે

અજય દેવગણ અને રોહિત શેટ્ટી

મુંબઈ : અજય દેવગણ અને રોહિત શેટ્ટીએ ગોલમાલ, ગોલમાલ રિટન્રર્સ, સિંઘમ, સિંઘમ રિટન્રર્સ,ગોલમાલ ૩,ઓલ ધ બેસ્ટ, ગોલમાલ અગેઇન અને સિમ્બા જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બોલીવૂડની દિગ્દર્શક સ્ટાર્સની જોડીઓમાં રોહિત શેટ્ટી અને અજયની જોડીને સુપરહિટ માનવામાં આવે છે.

રણવીર સિંહે એક પછી એક હિટ ફિલ્મ આપીને બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. હાલ તે પોતાની આવનારી રોહિત શેટ્ટીની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે આ ફિલ્મને લઇને નવા અપડેટ આવ્યા છે. સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, આ ફિલ્મમાં અજય દેવગમ મહેમાન ભૂમિકામાં જોવા મળવાનો છે. જ્યારે દીપિકા પદુકોણનો પણ કેમિયો છે.

આ ફિલ્મના એક ગીતના શૂટિંગનું પ્લાનિંગ થઇ રહ્યું છે

જેમાં રોહિત શેટ્ટીનો માનીતો અભિનેતા અજય દેવગણ મહેમાન ભૂમિકામાં જોવા મળવાનો છે. આ ગીતને જુન મહિનામાં જ શૂટિંગ કરી લેવાનો વિચાર હતો. પરંતુ અજય દેવગણ પોતાની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી આ મથઇ શક્યું નથી. જો બધુ યોજનાબદ્ધ થશે તો અજય ફિલ્મ સર્કસમાં એક શાનદાર કેમિયો કરતો જોવા મળશે.

Other News : Bollywood : વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં તબુ અને અલી ફઝલ જોવા મળશે

Related posts

શેખર સુમને સુશાંત સિંહ રાજપૂતના મોતની CBI તપાસની કરી માંગ…

Charotar Sandesh

દીપિકા પાદુકોણ-હૃતિક રોશન સ્ટાટર ’ફાઈટર’ પહેલી એરિયલ એક્શન ફિલ્મ હશે

Charotar Sandesh

આઇસોલેશન વોર્ડમાંથી અમિતાભનો બ્લોગ, કહ્યું- જીવનની ભાગદોડમાં હવે સમય મળ્યો…

Charotar Sandesh