ગોરખપુર : ગુરુવારે છઠ્ઠા તબક્કામાં પૂર્વાંચલના ૧૦ જિલ્લાની ૫૭ બેઠક પર મતદાન થઈ રહ્યું છે. ૯ વાગ્યા સુધી ૮.૬૯ ટકા મતદાન નોંધાયું છે. દરમિયાન બલિયાથી ભાજપના ઉમેદવાર દયાશંકર સિંહે ટ્વીટ કરીને તેમના કાફલા પર થયેલા હુમલાની જાણકારી આપી હતી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિર રોડ સ્થિત સ્કૂલમાં જઈને વોટ આપ્યો અને પ્રથમ મતદારોમાં સામેલ રહ્યા. મતદાન અગાઉ તેમણે ગોરખનાથ મંદિરમાં પૂજા કરી હતી. મતદાન બાદ યોગીએ મીડિયા સાથે વાત પણ કરી હતી.
સીએમ યોગી આદિત્યનાથે તમામ મતદારોને ઘરની બહાર આવીને મતદાન કરવા અપીલ કરી હતી
ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાશે. ૧૦ જિલ્લાની ૫૭ સીટ પર મતદાન શરૂ થયું છે. જોકે તમામની નજર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર રહેશે.
વધુમાં, આજે બલિયાથી ભાજપના ઉમેદવાર દયાશંકર સિંહે ટ્વીટ કરીને તેમના કાફલા પર થયેલા હુમલાની જાણકારી આપી હતી. તેમના કાફલા પર દુબહર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આખારમાં લગભગ ૧૨ઃ૩૦ વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ભાજપના નેતા તુનજી પાઠકના વાહનને નુકસાન થયું હતું.
Other News : તાજમહેલમાં ત્રણ દિવસીય ઉર્સમાં યુવકે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા ભીડે માર્યો