Charotar Sandesh
વર્લ્ડ

સુમીમાં ભારે બોમ્બમારી, ૧૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા : કિવમાં ભારતીય વિદ્યાર્થી ઘાયલ

યુક્રેન અને રશિયા

ખાર્કિવ : યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. યુક્રેનના સુમી શહેરમાં સતત બોમ્બમારો થઈ રહ્યો છે. ક્યારે ગોળીઓના અવાજ તો ક્યારેક રોકેટ લોન્ચર અને મિસાઈલના વિસ્ફોટથી હૃદયના ધબકારાઓ વધી ગયા છે. આજુબાજુના રસ્તે, રહેણાક વિસ્તાર, સ્ટોર, હોસ્પિટલ, દવાની દુકાનો લગભગ બરબાદ થઈ ગઈ છે. આ વચ્ચે તાપમાન માઈનસ ૮ ડીગ્રીએ પહોંચી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, પોલેન્ડ બોર્ડર પર ભારતીયોને લેવા ગયેલા નિવૃત્ત જનરલ વીકે સિંહે માહિતી આપી કે કિવમાં અન્ય એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી છે, જેની સારવાર ચાલી રહી છે

સ્ટુડન્ટ્‌સનું કહેવું છે કે અહીંનાં બંકરોમાં એક હજાર સ્ટુડન્ટ્‌સ ફસાયેલા છે અને ઘણી જ ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. તેમને અહીંથી ૫૦ કિલોમીટર દૂર રશિયન બોર્ડરથી કાઢવામાં આવે. જો ઝડપથી તેમને કાઢવામાં નહીં આવે તો ભૂખ્યા મરી જશે.

Other News : PM મોદીએ મદદ કરવાનું કહેતા બીએપીએસ સંસ્થા યુક્રેન બોર્ડર પર ભારતીય વિદ્યાર્થીઓની મદદે પહોંચી

Related posts

કેલિફોર્નિયા કોર્ટે એચ-૧બી વિઝા પર લગાવેલા પ્રતિબંધ પર રોક લગાવી…

Charotar Sandesh

બાઇડને રોન ક્લેનને વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ બનાવ્યા…

Charotar Sandesh

અમેરિકાની સરકાર અને ૪૮ રાજ્યોએ ફેસબુકની વિરુદ્ધ દાખલ કર્યો કેસ…

Charotar Sandesh