Charotar Sandesh
ઈન્ડિયા

સૂર્યમિશન ઈસરોએ આપી વધુ એક ખુશખબર, ધરતીથી ૯.૨ લાખ કિમી દૂર પહોંચ્યું આદિત્ય-L1, જુઓ વિગત

આદિત્ય-L1

આદિત્ય-એલ૧ મિશનને લઈને ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોએ મહત્વના અપડેટ આપ્યા છે

ન્યુ દિલ્હી : ભારતના સૂર્યમિશનને લઈને ઈસરોએ ૩૦ સપ્ટેમ્બરે મહત્ત્વની ખુશખબર આપી છે, જેમાં ઈસરોએ એક્સ પર જણાવ્યું કે આદિત્ય-એલ૧ મિશન હેઠળ મોકલાવેલ અંતરિક્ષ યાન પૃથ્વીના પ્રભાવ ક્ષેત્રથી સફળતાપૂર્વક નિકળી ૯.૨ લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે.

આ બાબતે ઈસરોએ આદિત્ય-એલ૧ મિશનની જાણકારી આપતા કહ્યું કે હવે આ યાન સન-અર્થ લેંગ્વેજ પોઈન્ટ ૧ (એલ૧) ની તરફ પોતાનો રસ્તો શોધી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઈસરોએ કહ્યું કે આ બીજીવાર છે, જ્યારે ઈસરો કોઈ અંતરિક્ષ યાનને પૃથ્વીના પ્રભાવ ક્ષેત્રની બહાર મોકલી શક્યું. પ્રથમવાર આ મંગળ ઓર્બિટર મિશન દરમિયાન કરાયું હતું.

આ સાથે સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી આદિત્ય એલ-૧ને ૨ સપ્ટેમ્બરે લોન્ચ કરાયું હતું. એલ૧ એવો પોઈન્ટ છે, જ્યાંથી સૂર્ય પર ૨૪ કલાક રિસર્ચ કરી શકાય છે. આ પોઈન્ટ પર ધરતી અને ગુરૂત્વાકર્ષણ વચ્ચે બેલેન્સ બની જવાથી સેન્ટ્રિફ્યૂગલ ફોર્સ પેદા થાય છે. તેના કારણે સ્પેસક્રાફ્ટ એક જગ્યાએ સ્થિર રહે છે.

Other News : છેલ્લો ચાન્સ : ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવાની મુદ્દતમાં વધારો કરાયો : આગામી તારીખ ૭ ઓક્ટોબર કરાઈ

Related posts

દેશમાં કોરોનાના કુલ કેસ ૯૧ લાખને પારઃ કુલ મૃત્યુઆંક ૧,૩૩,૭૩૮એ પહોંચ્યો…

Charotar Sandesh

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૨ હજાર નવા કેસ : ૨૨૧૯ લોકોના મોત…

Charotar Sandesh

ઑનલાઈન ક્લાસ માટે ૩૦ દિવસમાં જરૂરી સુવિધા આપો : સુપ્રિમનો રાજ્યનો નિર્દેશ…

Charotar Sandesh