આણંદ : આણંદ શહેર તથા વિદ્યાનગર શહેર વિસ્તારમાં ટ્રાફીકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફીક આયોજન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા જિલ્લાના કેટલાક રૂટ ઉપર તા. ૧૩/૦૫/૨૦૨૩ સુધી વન-વે ટ્રાફીક ચલાવવા હુકમ ફરમાવેલ છે.
જે અંતર્ગત આણંદ નગર વિસ્તારના રોડ પૈકી આણંદ ગોપાલ ચાર રસ્તાથી રેલ્વે ગોદી ત૨ફ જઈ શકાશે, પરંતુ રેલ્વે ગોદીથી ગોપાલ ચાર રસ્તા તરફ કોઈ પણ વાહન વ્યવહાર કરી શકાશે નહી. તેવી જ રીતે જુના બસ સ્ટેશનથી ગોકુલ રેસ્ટોરન્ટ (ડી.વાય.એસ.પી.કચેરી) તરફ વાહનો જઈ શકશે પરંતુ ગોકુલ રેસ્ટોરન્ટ (ડી.વાય.એસ.પી.કચેરી) થી જુના બસ સ્ટેશન તરફ કોઈ પણ વાહન વ્યવહાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ પ્રતિબંધ સરકારી વાહનો, એમ્બ્યુલન્સ વાન અને ફાયરબ્રીગેડના વાહનોને લાગુ પડશે નહીં તથા આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.
Other News : ચાલુ ફ્લાઈટમાં એવી બોલાચાલી થઈ કે લંડન જતી ફ્લાઈટને ભારત પરત ફરવાની ફરજ પડી, જુઓ વિગત