Charotar Sandesh
ઈન્ડિયા

વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો : પીએમ મોદીએ ૪ દિવસ અગાઉ લીલીઝંડી આપી હતી

વંદે ભારત

બંગાળ : પશ્ચિમ બંગાળ રાજ્યના માલદામાં સોમવાર રાતે કુમારગંજ રેલવે સ્ટેશન પાસે વંદેભારત ટ્રેન (vande bharat train) ઉપર પથ્થરમારાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, વંદે ભારત ટ્રેન ઉપર અજાણ્યા લોકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો, ટ્રેનના કોચ સી-૧૨નો પ્રવેશ દ્વાર તેમજ બારી અસરગ્રસ્ત થઈ હતી, આ અંગેે ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ NIA તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.

જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદીએ ૪ દિવસ અગાઉજ પશ્ચિમ બંગાળની પહેલી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપેલ, પ.બંગાળના સીએમ મમતા બેનર્જી પણ તેમાં સામેલ થયેલ હતા. તેના ચાર દિન બાદ આ ઘટના બની છે.

Other News : આણંદ જિલ્લામાં વધુ ધ્વનિ સાથે લાઉડસ્પીકર તથા ડીજે સીસ્ટમના ઉપયોગ અંગે કલેક્ટરનું જાહેરનામું

Related posts

દુબઇ-યુકેના પ્રવાસીઓને કારણે ભારતમાં કોરોના ઝડપથી ફેલાયો : અભ્યાસમાં ખુલાસો…

Charotar Sandesh

જેટ એરવેઝ મામલે સરકારના હસ્તક્ષેપની ફડણવીસે કર્મચારીઓને ખાતરી આપી

Charotar Sandesh

દેશમાં કોરોના વિસ્ફોટ : ૨૪ કલાકમાં ૩,૪૯,૬૯૧ નવા કેસ, ૨૭૬૭ના મોત…

Charotar Sandesh