Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં વધુ ધ્વનિ સાથે લાઉડસ્પીકર તથા ડીજે સીસ્ટમના ઉપયોગ અંગે કલેક્ટરનું જાહેરનામું

ડીજે સીસ્ટમ

આણંદ : ધ્વનિ પ્રદુષણને અંકુશમાં લાવવા અને જાહેર જનતાના જીવનધોરણની ગુણવત્તાની જાળવણી માટે નામદાર સુપ્રિમ કોર્ટે જે નિર્દેશો આપ્યા છે. તેમજ એન્વાયર્નમેન્ટ પ્રોટેકશન એકટ-૧૯૮૬ના વિભિન્ન પ્રાવધાનોની જાળવણી અને અમલવારી જાહેર જનતાના જીવનધોરણની ગુણવત્તા માટે જરૂરી બની રહે છે.

સ૨ઘસો, રેલીઓ અને વરઘોડા માઈક, લાઉડ સ્પીકર તથા ડી.જે. (ડીસ્ક જોકી) સીસ્ટમ વગાડનારાઓ લાંબા સમય સુધી જાહે૨ માર્ગો ૫૨ ઉભા રહી ટ્રાફિકને અડચણ કરી ટ્રાફિક જામ કરે છે અને વધુ ધ્વનિ તિવ્રતાથી મોટા કર્ણભેદી અવાજે ઘોઘાટમય સંગીત ગીતો રેલાવી વિદ્યાર્થીઓના અભ્યાસમાં, દર્દીઓના આરામમાં, સિનિયર સીટીઝન અને લોકોના સ્વાસ્થ્યને નુકશાન કરી / કરાવી તબીબોના કામમાં ખલેલ પહોંચાડે છે.

માઈક, લાઉડ સ્પીકર તથા ડી.જે. (ડીસ્ક જોકી) સીસ્ટમના અનિયંત્રિત પ્રયોગથી કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં સાંપ્રદાયિક અથડામણોના બનાવો પણ બની શકે છે

જે અન્વયે સરકારી કચેરીઓ, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટ૨ના ઘેરાવાના વિસ્તા૨ને શાંત વિસ્તાર તરીકે ગણવામાં આવતા હોઈ શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક, લાઉડસ્પીકર તથા ડી.જે. (ડીસ્ક જોકી) સીસ્ટમનો ઉપયોગ કરવા, એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમી લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો / ગાયનોનો માઈક, લાઉડસ્પીકર તથા ડી.જે. (ડીસ્ક જોકી) સીસ્ટમમાં ઉપયોગ કરવા, રસ્તાની ડાબી બાજુ ચાલવા, ટ્રાફિકને અડચણ ન થાય

તથા ટ્રાફિકના તમામ નિયમો / કાયદાઓનો અમલ ક૨વા તેમજ નાચગાન / ગરબા જાહે૨માર્ગમાં રોકાઈને ક૨વા ૫૨, ડી.જે. (ડીસ્ક જોકી) સીસ્ટમ Ambient Air Quality Standard in respect of Noise અંગે નામદાર સુપ્રિમ કોર્ટના વખતો વખતના ચુકાદાના નિર્દેશ તથા ધી નોઈઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ-૨૦૦૦ના એન્વાયરમેન્ટ પ્રોટેકશનની જોગવાઈઓ મુજબ Ambient Air Quality Standard હોવું જોઈએ તે જોતાં ડી.જે. (ડીસ્ક જોકી) સીસ્ટમ વગાડવા માટે ઉ૫૨ જણાવેલ તમામ પ્રાવધાનો અને જોગવાઈઓનો ઉલ્લંઘન કરતા હોય તે વગાડવા ૫૨ કાયમને માટે પ્રતિબંધ ફરમાવેલ છે.

Other News : આણંદ : લોટીયા ભાગોળ ઓવરબ્રિજના સર્વિસ રોડ પરના ૪૨ જેટલા દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું

Related posts

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામની સૌ પ્રથમ ટપાલ ટિકીટનું વિમોચન કરાયું

Charotar Sandesh

કડાણા ડેમમાંથી બે લાખ કયુસેક પાણી છોડાયું : મહી કાંઠા કિનારાના ર૬ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા…

Charotar Sandesh

આજે આણંદ જિલ્લામાં રાહત, એકપણ કેસ નોધાયો નથી : જિલ્લામાં હાલ ૩ દર્દીઓ સારવાર હેઠળ…

Charotar Sandesh