આણંદ : ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ચરોતર ઈંગ્લિશ મીડીયમ સ્કુલ, આણંદમાં તારીખ ૨૮/૦૨/૨૦૨૨ ના રોજ ધો. ૧૦ તથા ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
આ સમારંભમાં મુખ્ય મહેમાનશ્રી મિતેષભાઈ પટેલ, સાંસદ સભ્ય આણંદ, અતિથિ વિશેષ તરીકે શ્રી રાયસિંગભાઈ ભોઈ , ભૂતપૂર્વ આચાર્ય શ્રી ભીખાભાઈ પટેલ આર્ટ્સ કોલેજ,આણંદ તથા શ્રી મહેશભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર, ચરોતર એજ્યુકેશન સોસાયટી,આણંદ જેઓ હાજર રહ્યા હતા.
શ્રી મિતેષભાઈ પટેલ સાહેબે વિધાર્થીઓ સાથે વિચાર પરામર્શ કરી તેઓને આવનાર સમય માટે તૈયાર કર્યા હતા
જેમાં તેઓશ્રીએ વિધાર્થીઓને ભવિષ્યમાં ભારતવર્ષ માટે યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી મહેશભાઈ પટેલ દ્વારા પરીક્ષાના થોડાક દિવસ બાકી હોવાથી તેઓનું સ્વાસ્થ્યની કાળજી રાખી અને પરીક્ષાની તૈયારી કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિરલ રાજ, સેજલ પરમાર અને શીતલ ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું.શાળાના સુપરવાઈઝરશ્રી મેઘનાબેન ગજ્જર દ્વારા વિદ્યાર્થીઓનું શાબ્દિક અનુવાદન કરી આભાર વ્યક્ત કર્યો હતો.
Other News : ત્રણ વર્ષ પહેલાં ખરીદેલી કારમાં વારંવાર ખામી સર્જાતા આણંદના વેપારીએ ઢોલ-નગારા વગાડી શો રૂમ પર પહોંચી પરત કરી