ખેડા જિલ્લા ના વડા મથક ને સરદાર ના નામ સાથે ઉત્કૃષ્ઠ બનાવવા ની ખેવના રાખવામાં આવે છૅ ત્યારે રેલવે ખાતે ફરજ બજાવતા જી આર પી દ્વારા મુસાફર વિદ્યાર્થી ના સન્માન અને ભવિષ્ય સાથે અનૈતિક વહેવાર માનસ માં ખોટી છાપ ઉભી કરી રહી છૅ.
નડિયાદ રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલિસ કર્મીઓ રેલવે ના પાટા ક્રોસ કરતા નાગરિકો અને તેમાંય વિદ્યાર્થીઓ પાસે અયોગ્ય વર્તન કરતા હોવાની બૂમો ઉઠી રહી છૅ રેલવે ખાતે આવતા મુસાફરો ની પૂછપરછ સાથે ટિકિટ જોવાની જીદ અને પછી નાણાકીય વ્યહવાર ની ઘટનાઓ બહાર આવી રહી છૅ.
શાક્ષર નગરી માં આવતા વિદ્યાર્થીઓ ને રેલવે પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છૅ અભ્યાસ સાથે સંકળયેલા વિદ્યાર્થી ને કાયદા ના પાઠ ભણાવવાં ના બદલે કાયદાની આડમાં કાયદાનું ખોટુંઅર્થઘટન કરીને નાણાકીય માગણી ગુજરાત ની ભવિષ્ય ની પેઢી સાચા માર્ગે દોરી શકાશે નહિ. વર્દી માં આવતા કર્મચારીઓ નાણાકીય વ્યહવાર માં ભવિષ્ય ના નાગરિકોને પ્રમાણિકતા શીખવી શકે નહિ. ત્યારે રેલવે પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ માટે પોલીસ નો વ્યહવાર ચિંતા જનક ગણી શકાય. ફરજો દરમ્યાન કમાઈ લેવાની જગ્યાએ ફરજો માં પવિત્રતા રાખે તે જરૂરી હોવાનું ભોગ બનનાર વિધાર્થી ના વાલીઓ ની લાગણી છૅ.
Other News : નેહરુ યુવા કેન્દ્ર દ્વારા જિલા સ્તરીય આસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમ ઉજવાયો