Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્‍લામાં તા.૧૧મીના રોજ યોજાયેલ નેશનલ લોક અદાલતમાં ૪૭૭૬ કેસોનો સફળતાપૂર્વક નિકાલ

નેશનલ લોક અદાલત

મોટર અકસ્‍મતાને લગતા વળતરના કેસોમાં કુલ ૩૮ કેસોનો સુખદ નિકાલ કરી

રૂા. ૧.૨૧ કરોડના અને નેગોશિયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ કલમ-૧૩૮ના ૪૫૭ કેસોનો સુખદ નિકાલ કરી રૂા. ૮.૨૬ કરોડના એવોર્ડ

આણંદ : ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શનથી આણંદ જિલ્‍લા ન્‍યાયાલય તથા તાલુકાની કોર્ટો દ્વારા તા.૧૧મીના રોજ આણંદના મુખ્‍ય જિલ્‍લા ન્‍યાયાધીશ અને આણંદ જિલ્‍લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન શ્રી પી. એમ. રાવલના અધ્‍યક્ષસ્‍થાને નેશનલ લોક-અદાલત યોજાઇ ગઇ.

આણંદ જિલ્‍લા ન્‍યાયાલય સહિત જિલ્‍લાની તમામ તાલુકા કોર્ટોમાં યોજાયેલ આ લોક-અદાલતમાં એમ.એ.સી.પી. કેસો, ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ કલમ-૧૩૮ના કેસો, લગ્‍ન સંબંધી ફેમીલી કેસો, મહેસુલના કેસો, મજૂરો સાથેના તકરારના કેસો, દીવાની દાવા જેવાં કે ભાડાના, બેન્‍કના વિગેરે કેસો, વિજળી તથા પાણીના કેસો તેમજ હજુ સુધી અદાલતમાં દાખલ ન થયા હોય તેવાં બેન્‍કોના પ્રિ-લિટીગેશનના મળીને કુલ-૧૫૧૭૧ કેસો સમાધાન માટે રાખવામાં આવ્‍યા હતા જેમાંથી ૪૭૭૬ કેસોનો સફળતાપૂર્વક નિકાલ લાવવામાં આવ્‍યો હતો.

આ લોક અદાલત સફળ બનવાની સાથે સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે આણંદ જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મુખ્‍ય જિલ્‍લા ન્‍યાયાધીશ અને જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન શ્રી પી. એમ. રાવલની અધ્‍યક્ષતામાં અને તેમના માર્ગદર્શન હેઠળ સચિવ શ્રી એ. એમ. પાટડિયાએ બેન્‍કના અધિકારીઓ, વીમા કંપનીના અધિકારીઓ, વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ સહિત વકીલશ્રીઓ સાથે વખતોવખત મીટીંગોનું આયોજન કરવામાં આવ્‍યું હોવાના કારણે આ લોક-અદાલતમાં ૪૭૭૬ કેસોનો સુખદ નિકાલ લાવવામાં આવ્‍યો હોવાનું આણંદ જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ શ્રી એ. એમ. પાટડિયાએ એક યાદી દ્વારા જણાવ્‍યું છે.

Other News : ચરોતર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલની ‘ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અંતર્ગત જન-જાગૃતિ રેલી

Related posts

પ્રિમોન્સુન પ્લાન અંતર્ગત આણંદ-ચિખોદરા રોડ પર આવેલ કાંસની અર્થવિહીન સાફ-સફાઈ કરાતાં રોષ…

Charotar Sandesh

ભગવાનશ્રી સ્વામિનારાયણની ૧૯૨મી અંતર્ધાન તિથિએ ૧૭ સંસ્થાઓમાં વડતાલ મંદિર દ્વારા ભોજન પ્રસાદ વિતરણ

Charotar Sandesh

મુખ્યમંત્રીના વરદ હસ્તે પીપળાવ ગામે રૂા. ૧૨૮ લાખના ખર્ચે તૈયાર થયેલ બસ સ્ટેન્ડનું ઇ-લોકાર્પણ

Charotar Sandesh