આણંદ : તાલુકાના ગ્રામ્ય વિસ્તાર વાસદમાં આવેલી માતૃકૃપા હોસ્પિટલ જેનાં ડોકટર ધ્વારા ખૂબ જ સફળ તપાસ કરીને એક મોટી ગાંઠનું સફળ ઓપરેશન હાથ ધરવામાં આવેલ.
પ્રાપ્ત માહિતી અનુસાર, દર્દી શકૂબેન વશાવા જેમને છેલ્લા કેટલાક સમયથી પેટ ફુલી જવું તથા પેઢા ના ભાગ ના દુઃખાવાની તકલીફ હતી તેમને અનેક હોસ્પિટલ માં બતાવ્યૂ પરંતુ પરીવાર ની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી તે ઓપરેશન કરાવી ના શક્યા સમયસર માતૃકૃપા હોસ્પિટલ વાસદના સર્મક આવી તેના મેડિકલ ઓફિસર ડો ચિંતન પિપલીયા સાહેબ ને બતાવ્યુ સાહેબ દ્વારા મોટી સોનોગ્રાફી કરાવતા ગર્ભાષય મા મોટી ગાંઠ હોવાનું નિદાન થયું, આથી માતૃકૃપા હોસ્પિટલ ના ગાયનેક ડો સંદીપ પટેલ દ્વારા ગાંઠનુ ઓપરેશન કરાવવાની સલાહ આપવામાં આવી અને આગળ સારવાર ચાલુ કરવામાં આવી.
ગાયનેક ડો સંદીપ પટેલ તથા મેડીકલ ઓફિસર ડો ચિંતન પીપલીયા સાહેબ ની સલાહ મુજબ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ગાયનેક ડો સંદીપ પટેલ તથા મેડીકલ ઓફિસર ચિંતન પિપલીયા દ્વારા ૨ કલાક ની મહેનત બાદ કાળજી પુર્વક ઓપરેશને સફળ કરવામાં આવ્યું ઓપરેશન દ્વારા જે ગાંઠ કાઢવા મા આવી તેનુ અંદાજિત વજન ૨,૬૭૦ ગ્રામ હોવાનું જાણવા મળ્યું છે કહેવાય જેને કે પૃથ્વી પર ડોકટર ભગવાન નુ રૂપ છે જે ખરેખર આ વાત સાચી છે આ કાર્ય બદલ ડોકટર ને સૌ સલામ કરી એ તો પણ ઓછું માની શકાય છે આ ઉપરાંત દર્દી ના પરીવાર દ્ધારા માતૃકૃપા હોસ્પિટલ તમામ સ્ટાફ તથા ડોકટર નો ખૂબ ખુબ આભાર માનવામા આવ્યો.
Other News : ચરોતર ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ પ્રા. વિભાગમાં ધોરણ ૧ થી ૫માં વર્ચુઅલ રક્ષાબંધન પર્વની ઉજવણી