ભારત સરકારે બુધવારે કહ્યું હતું કે દેશની સૌથી જૂની એવી એર ઇન્ડિયા ખરીદવા માટે ટાટા જૂથ અને સ્પાઇસ જેટ સહિત તેને અન્ય ઘણી કંપનીઓ તરફથી બીડ મળી ગઇ છે.
Tata Sons હવે Air India ના નવા માલિક હશે, કંપનીએ ૧૮,૦૦૦ કરોડ રુપિયામાં બોલી લગાવીને આ સરકારી એરલાઈનને ખરીદી લીધી
ટાટા ગ્રૂપના પ્રવક્તાએ કહ્યું હતું કે એર ઇન્ડિયાને ખરીદવા માટે તેમના ગ્રુપે પણ સરકારને પોતાની બીડ મોકલી આપી છે. સ્પાઇસ જેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંઘે પમ કહ્યું હતું કે તેમણે એર ઇન્ડિયાને ખરીદવા તેમની ફાઇનાન્સિયલ બીડ સરકારને પહોંચાડી દીધી છે. સરકારે કેટલાક વર્ષોથી એર ઈન્ડિયાને વેચવા માટે કાઢી હતી અને આ પહેલાનો સરકારનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. સરકાર દ્વારા એર ઈન્ડિયાને વેચવા પાછળનુ મુખ્ય કારણ એર ઈન્ડિયા પરનુ દેવુ છે.
સંસદમાં સરકારે પણ જાણકારી આપી હતી કે, એર ઈન્ડિયા પર ૩૮૩૬૬ કરોડ રૂપિયાનુ દેવુ છે. સરકારે સાથે સાથે એવુ પણ કહ્યુ હતુ કે, જો એરલાઈન નહીં વેચાય તો તેને બંધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
Other News : વડાપ્રધાન મોદી ૩૧ ઓક્ટોબરે ગુજરાત આવે તેવી શક્યતાઓ