Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટી ખાતે શિક્ષકદિનની રવિવારે ઉજવણી કરાઈ

શિક્ષકદિનની ઉજવણી

આણંદ : આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટી સંચાલિત શ્રી જે. એમ. પટેલ આર્ટ્સ કોલેજ અને શ્રી જે. એમ. પટેલ પી.જી. સ્ટડીમાં આજે શિક્ષકદિન નિમિત્તે ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.

આજનો ખાસ દિવસ એટલે ભારતનાં મહાન શિક્ષણશાસ્ત્રી, દાર્શનિક અને ભારતનાં દ્વિતીય રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસની, દેશમાં ઉજવણી ‘શિક્ષક દિન’ તરીકે કરીએ છીએ. બહુમુખી પ્રતિભા ધરાવતા ડૉ. રાધાકૃષ્ણન સૌ પ્રથમ તો શિક્ષક જ હતા; ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતીય તત્વચિંતક અને રાજપુરુષ અને 20મી સદીનાં વિદ્વાનોમાંના એક હતાં.

શિક્ષકદિનની ઉજવણી

ડૉ. રાધાકૃષ્ણનને 1946માં UNESCO અને પછી સોવિયેત યુનિયન (રશિયા)ના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં. તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (1952-1962) અને દ્વિતીય રાષ્ટ્રપતિ (13 મે, 1962 – 13 મે, 1967) હતાં. નિવૃતિકાળ અધ્યયન પ્રવૃત્તિમાં જ વિતાવ્યો. ડૉ. રાધાકૃષ્ણન ભારતમાં જનમ્યા, મોટા થયાં. સમગ્ર જીવન ભારતમાં જ અધ્યયન પાછળ વિતાવ્યું તથા એક શિક્ષકમાંથી દેશમાંથી દેશનાં સર્વોચ્ચ સ્થાને બિરાજેલા તે સમગ્ર દેશ અને શિક્ષક સમુદાય માટે ગૌરવની બાબત છે.

આ માહિતી સાથે સંસ્થાના પ્રમુખ બિપીનચંદ્ર પી પટેલ વકીલની પ્રેરણાથી યોજાયેલ આ વિશેષ કાર્યક્રમ માટે વાઈસ પ્રેસિડેન્ટ અને સીઇઓ ડૉ. પાર્થ બી. પટેલ તથા સેક્રેટરી અને રજિસ્ટ્રાર ડૉ. ઈશિતાબેન પી. પટેલ, એડમીન વિભાગના યુગમાબેનએ પણ શિક્ષકદિનની શુભેચ્છા પાઠવી હતી.

જ્યારે ડૉ. રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બન્યાં, ત્યારે તેમના કેટલાંક વિદ્યાર્થીઓએ તેમનો જન્મદિવસ ઊજવવાની વિનંતી કરી તો તેમણે કહ્યું, “મારો જન્મદિવસ ઊજવવાને બદલે જો 5 સપ્ટેમ્બરના દિવસને શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવશે તો એ મારા માટે ગર્વની વાત હશે.” ડૉ. રાધાકૃષ્ણનને ઈ.સ.1931માં નાઈટહૂડ, ઈ.સ.1954માં ભારતરત્ન, ઈ.સ.1963માં બ્રિટિશ ઓર્ડર રોયલ ઓર્ડર ઑફ મેરીટ સહિતનાં પુરસ્કારો મળી ચૂક્યા છે. બ્રિટિશરોએ તેમને ‘સર’ની પદવી આપી હતી. શિક્ષકદિનના આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. હમીરભાઇ મકવાણા અને ડૉ. યુનુસભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં કાર્યક્રમનુું સંચાલન ડૉ. નયનકુમાર એમ. પટેલ એ કર્યું હતું. આજે રવિવારે યોજાયેલ આ કાર્યક્રમમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ વિશેષ હાજરી આપી હતી.

Other News : આણંદ જિલ્‍લા-તાલુકાના ૨૦ શ્રેષ્‍ઠ શિક્ષકોને પુરસ્‍કાર-સન્‍માનપત્ર અને શાલ ઓઢાડીને સન્‍માનિત કરાયા

Related posts

આણંદ જિલ્લામાં વધુ ર કેસ પોઝીટીવ નોંધાયા : કુલ ૭ દર્દીઓ સારવાર હેઠળ…

Charotar Sandesh

ખંભોળજમાં તમાકુની ખળીમાં આગ લાગતાં 449 બોરી બળીને ખાખ થઈ

Charotar Sandesh

આણંદમાં લોકડાઉન કે કલમ ૧૪૪નો ભંગ કરનાર સાવધાન… હવે શહેરમાં ડ્રોન કેમેરાથી પેટ્રોલીંગ કરાશે…

Charotar Sandesh