Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં મહામંત્રનો રર૦મો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમપુર્વક ઉજવાયો

વડતાલ સ્વામિનારાયણ

આણંદ : વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રર૦માં સ્વામિનારાયણ મહામંત્રનો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાઈ. સવારે ૭ કલાકથી સાંજના ૭ સુધી અખંડધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સવારે સ્વામિનારાયણ મહામંત્રનો આરંભ કરવામાં આવ્યો હતો. નૌતમપ્રકાશદાસજી, બ્રહ્મસ્વરૂપ સ્વામી, ભાઈ સ્વામી, ગોવિંદ સ્વામી, મુનીવલ્લભ સ્વામી અને વલ્લભ સ્વામી વગેરે સંતોનાં હસ્તે ઠાકોરજીનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ષડક્ષરી મહામંત્ર અને મંત્રપોથીનું પૂજન કરવામાં આવ્યું હતું. સંતોનાં હસ્તે મહામંત્રનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઠાકોરજી, મહામંત્ર અને મંત્રપોથીની આરતી ઉતારવામાં આવી હતી.

નૌતમ સ્વામીએ મહામંત્ર પ્રાગટ્યનો ઈતિહાસ વર્ણવ્યો હતો

સમગ્ર ઉત્સવનું આયોજન ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી અને મુખ્ય કોઠારીશ્રી ડો. સંત સ્વામી દ્વારા કરાયું. સ્વામિનારાયણ મહામંત્રનો કેટલો મોટો પ્રભાવ છે તે વર્ણવતા પ્રેમાનંદ સ્વામી કહે છે કે, આ મંત્રનો જાપ કરવાથી તથા જેનું શ્રવણ કરવાથી આધિ-વ્યાધિ અને ઉપાધિ ટળી જાય છે અને ભવોભવનાં બંધનો તુટી જાય છે અને સુખનો અનુભવ થાય છે.

સ્વામિનારાયણ મહામંત્રની ઉપાસનાથી અનેક જીવોનાં કલ્યાણ થયા છે, ઉધ્ધાર થયો છે. સહજાનંદ સ્વામીએ ફરેણી ગામમાં ૨૨૦ વર્ષ પહેલા માગશર વદી એકાદશીનાં દિવસે સ્વામિનારાયણ મહામંત્રની રચના કરી હતી અને સ્વામિનારાયણ મંત્ર સર્વજીવોનાં હિતાર્થે આપ્યો હતો. વડતાલ સ્વા.મંદિરમાં ૧૮ નવેમ્બર ૨૦૧૫થી ઓનલાઈન સ્વામિનારાયણ મહામંત્ર લખવાનો પ્રારંભ થયો હતો. આજદિન સુધીમાં ૩૦૯૫ હરિભક્તો દ્વારા કુલ ૩,૨૩,૬૮,૧૩૭ (ત્રણ કરોડ તેવીસ લાખ અડસઠ હજાર એક સો સાડત્રીસ ) મંત્ર લેખન થયાં છે. જ્યારે મંત્રપોથી દ્વારા વર્ષ ૨૦૦૬થી ૨૦૨૧ દરમ્યાન ૩૦,૭૯૬ મંત્રપોથીમાં કુલ ૩૭,૪૨, ૨૦, ૦૦૦ (સાડત્રીસ કરોડ બેતાલીસ લાખ વીસ હજાર) મંત્રોનું લેખન થયું છે.

આ ઉપરાંત વડતાલ સ્વા.મંદિરમાં ૭ ઓક્ટોમ્બર ૨૦૦૬થી અખંડધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને ૧૫ વર્ષ ૨ મહિના અને ૨૩ દિવસ થયા છે. (અખંડધૂનનાં ૧, ૩૩, ૫૧૨ કલાકથી અખંડધૂન ચાલી રહી છે.)

Other News : પેટલાદના સુણાવ ગામની સ્કૂલમાં ૪ શિક્ષિકાઓ શંકાસ્પદ કોરોનાની ચપેટમાં આવતાં ૧૫ દિવસ માટે સ્કૂલ બંધ કરાઈ

Related posts

આંકલાવ વિધાનસભા કોગ્રેસ ધ્વારા મારું બુથ,મારું ગૌરવ સભ્ય નોંધણી અભિયાન બેઠક યોજાઈ

Charotar Sandesh

આણંદમાં ડ્રેનેજની કામગીરી વખતે ભેખડ ધસી પડતાં ૨૫ ફૂટ ખાડામાં શ્રમિક દબાયો : મૃતદેહ બહાર કઢાયો

Charotar Sandesh

આણંદ શહેરમાં આ વર્ષે ગણેશ વિસર્જન માટે આ જગ્યાએ કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરાશે

Charotar Sandesh