માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડ્યા
કેવડિયા : કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ઓછું થતા સરકારે પ્રવાસન ધામો ખુલ્યા મુક્યા છે. ત્યારે કેવડિયામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓનું હોટ ફેવરીટ ફરવાનું સ્થળ બન્યું છે. હાલ શનિવાર અને રવિવારની રજામાં ૫૦ હજાર કરતા વધુ પ્રવાસીઓ આવ્યા હતા. જોકે, તંત્ર દ્વારા કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા માટે તમામ પ્રયત્નો કર્યા છે પરંતુ પ્રવાસીઓ જ સોશિયલ ડિસ્ટન્સીગના ધજાગરા ઉડાવી રહ્યા છે, જાણે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેમ ફરી રહ્યાં છે.
એસઓયુ જોતા વારંવાર અહીં આવવાનું મન થાય એમ પ્રવાસીઓ કહી રહ્યા છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવવા આવ્યું છે. ત્યારે આ એસઓયુને જોવા ૨ વર્ષમાં ૪૨ લાખ પ્રવસીઓ આવી ચુક્યા છે અને ખાસ ચોમાસાની મોસમમાં હાલ ર્જીેંંની આજુબાજુ નર્મદા ડેમમાં પાણીની આવકને કારણે સ્ટેચ્યુની બાજુમાં પાણી ભરાતા આહલાદક દ્રસ્યો સર્જાયા છે.
હિમાંશુ પરીખનાં જણાવ્યા પ્રમાણે, થર્મલ ગન દ્વારા સ્કેનિંગ સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝેશનનું ખાસ ધ્યાન રખાઇ રહ્યું છે. આ સાથે ટિકિટ ચેકીંગ મશીનથી લઈને લિફ્ટ, વોકેલેટર અને એસ્કેલેટર સહિતની જગ્યાએ સતત સેનિટાઇઝેશન કર્મીઓ કરતા રહે છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પર ખાસ ધ્યાન રખાઇ રહ્યું છે.
કોરોના બીજી લહેર બાદ સરકાર દ્વારા છૂટછાટ અપાતા પ્રવાસીઓની પ્રવાસન સ્થળો પર ભીડ વધી રહી છે. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિ રવિની રજાઓમાં પ્રવાસીઓની સંખ્યા ૫૦ હજાર થઇ છે . આ શનિ-રવિની રજામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો. શનિવારે ૨૨ હજાર અને રવિવારે ૨૮ હજારથી વધુ આમ બે દિવસમાં ૫૦ હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે.પ્રવાસીઓની સંખ્યાના વધતા તંત્ર દ્વારા કોવિડ ગાઇડલાઇનના પાલન માટે સ્ટાફ વધારી દીધો છે. કેવડિયા ખાતે બનાવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય જે પ્રોજેક્ટ છે જેને જોવા પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યાં છે.
Other News : Crime : અંકલેશ્વરમાં એક જ છોકરીના પ્રેમમાં પડ્યા બે સારા મિત્રો, કરૂણ અંત આવ્યો