Charotar Sandesh
ગુજરાત

ગુજરાત સરકારે ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓનાં હિતમાં લીધો આ મહત્વનો નિર્ણય

શાળાઓ
● મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો : 50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે
26મી જુલાઈથી રાજ્યની શાળાઓમાં ધો. 9 થી 11 ના વર્ગો શરૂ થશે
● વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે : શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજુ કરવાનો રહેશે : ઓનલાઈન શિક્ષણની સુવિધા પણ ચાલુ રહેશે

આજે મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીનાં આગેવાની હેઠળ યોજાયેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો આગામી 26 જુલાઈ 2021 એટલે કે સોમવારથી શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે, રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ શાળા વર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

જો કે રાજ્ય સરકારે જણાવ્યું છે કે 50 ટકા કેપેસિટી સાથે જ વર્ગો શરૂ કરી શકાશે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે. શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે.

Other News : ગુજરાતમાં પાંચ વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર ઓગસ્ટ માસમાં નવ દિવસ ઊજવણી કરશે

Related posts

રાજ્યમાં વહેલી સવારે ગુલાબી ઠંડીમાં વધારો : આગામી અઠવાડિયામાં ચમકારો અનુભવાશે

Charotar Sandesh

કોરોના જંગમાં ગુજરાતની આગવી સિદ્ધિ : ૭ કરોડ ૧ લાખથી વધુ વેક્સિન ડોઝ અપાયા, જાણો વધુ વિગત

Charotar Sandesh

રાજ્યમાં કોરોનાથી વધુ એક મોત : કુલ મૃત્યુઆંક ૬, પોઝિટિવ કેસ ૬૯…

Charotar Sandesh