અમદાવાદ : ભારતીય ખેલાડીઓ હાલમાં આઇપીએલ ટી૨૦ લીગમાં રમવામાં વ્યસ્ત છે અને ત્યારબાદ ભારતીય ટીમ આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપમાં ભાગ લેશે. ૧૪મી નવેમ્બરે ટી૨૨૦ વર્લ્ડ કપમાં વિજેતાનો નિર્ણય થઇ ગયા બાદ ભારત ઘરઆંગણે સાત મહિનામાં ચાર ટીમોની યજમાની કરશે.
બીસીસીઆઇની એપેક્સ કાઉન્સિલની મિટિંગમાં ભારતીય મેન્સ ટીમના કાર્યક્રમને અંતિમ સ્વરૃપ આપ્યું હતું
આ પ્રોગ્રામ મુજબ અમદાવાદ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે છઠ્ઠી ફેબ્રુઆરીએ પ્રથમ વન-ડે અને સાઉથ આફ્રિકા સામે ૧૭મી જૂને ચોથી ટી૨૦ મેચ રમાશે. ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા અને સાઉથ આફ્રિકાની ટીમો ભારતની ધરતી ઉપર ઓવરઓલ કુલ ચાર ટેસ્ટ, ત્રણ વન-ડે અને ૧૪ ટી૨૦ મુકાબલા રમશે. આ ચારેય શ્રેણી વચ્ચે પાછી આઇપીએલ લીગ પણ યોજાશે જેના કારણે ખેલાડીઓ સતત રમતા રહેશે