Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારત સામેની શ્રેણી માટે શ્રીલંકાની ૨૪ ખેલાડીઓની ટીમ જાહેર

વન ડે

કોલંબો : શ્રીલંકાએ ભારત સામેની વન ડે અને ટી-૨૦ શ્રેણી માટે શનાકાની આગેવાની હેઠળની ૨૪ ખેલાડીઓની ટીમની જાહેરાત કરી દીધી છે. શ્રીલંકાનો નિયમિત કેપ્ટન કુસલ પરેરા ખભાની ઈજાના કારણે ભારત સામેની શ્રેણી ગુમાવશે, તેના સ્થાને શનાકા જવાબદારી સંભાળશે. શ્રીલંકાએ છેલ્લા ચાર વર્ષમાં વ્હાઈટ બોલના ફોર્મેટમાં છઠ્ઠા કેપ્ટનને તક આપી છે. ધનંજયા ડિ સિલ્વાને વાઈસ કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણીની પ્રથમ વનડે ૧૮મી જુલાઈએ રમાશે.

ચાલુ મહિનાના પ્રારંભે જ શ્રીલંકન ક્રિકેટ બોર્ડે કરાર ભંગ બદલ રાજપક્ષેને સજા ફટકારી હતી. તેને ભારત સામેની વન ડે શ્રેણી માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. કેટલાક ટોચના ખેલાડીઓની ગેરહાજરીમાં શ્રીલંકાએ અનકેપ્ડ બેટસમેન લાહિરુ ઉદાના અને ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર ઈશાન જયાસુર્યાને પણ ટીમમાં તક આપવામાં આવી છે.ન્યૂ લૂક ટીમમાં ધનંજયા ડી સિલ્વા, આવિષ્કા ફર્નાન્ડો અને ઉદાના જેવા સીનિયર અને અનુભવી ખેલાડીઓ છે.

શ્રીલંકાની ટીમ :- શનાકા (કેપ્ટન), ધનંજયા (વાઈસ કેપ્ટન), આવિષ્કા ફર્નાન્ડો, રાજપક્ષે, નિસાંકા, અસાલાન્કા, હસારંગા, બાન્દારા, ભાનુકા, ઉદાના, રમેશ મેન્ડિસ, ચામિકા કરૃણારત્ને, ચામીરા, સનદાકન, અકીલા ધનંજયા, શિરન ફર્નાન્ડો, લકશાન, ઈશાન જયાસુર્યા, જયાવિક્રમા, અસિથા ફર્નાન્ડો, રાજીથા, કુમારા, ઉદાના, બિનુરા ફર્નાન્ડો.

Other News : આરોન ફિંચે ટી૨૦માં સૌથી વધુ રનનો કોહલીનો રેકોર્ડ પોતાને નામે કર્યો

Related posts

હાર્દિક પંડ્યા અનફિટ : ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરિઝમાંથી બહાર…

Charotar Sandesh

દક્ષિણ આફ્રિકાની ટીમને સારી બેટિંગની જરૂર છે : ભજ્જી

Charotar Sandesh

માસ્ટર બ્લાસ્ટર પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર કોરોના પોઝીટીવ આવ્યા : સોશિયલ મીડિયા થકી માહિતી આપી…

Charotar Sandesh