Charotar Sandesh
આર્ટિકલ રાજકારણ

ગુજરાત રાજનીતિની વાસ્તવિકતા “મામાનું ઘર કેટલે દીવો બળે એટલે” ?

ગુજરાત રાજનીતિની વાસ્તવિકતા

“ગંગાધર હી શક્તિમાન હૈ’. ગુજરાત ભાજપની પ્રયોગશાળા છે તો આઈન્સટાઈન નરેન્દ્ર મોદી જ છે. એટલે મુખ્યમંત્રી કોઈપણ આવે સરકાર તો દિલ્હીથી ચાલશે??

ગુજરાત રાજનીતિની વાસ્તવિકતા “મામાનું ઘર કેટલે દીવો બળે એટલે” ?

છેલ્લા બે દાયકાથી ગુજરાતની રાજનીતિમાં બનેલા ઘટનાક્રમની અસર આખો દેશ નિહાળી રહ્યો છે. ગુજરાત મોડલ અને વિકાસના કક્કા સાથે મોદીએ કોંગ્રેસ પાર્ટી સામે ના આક્રોશ અને અસંતોષનું હથિયાર બનાવીને લોકો સમક્ષ જે રીતે પીરસીને સત્તા બનવામાં સફળ રહ્યા છે. કોંગ્રેસ મુક્તના સ્લોગાનની સાથે સાથે ભાજપ ક્યારે કોંગ્રેસ યુક્ત થઈ ગઈ એ ક્યારે સમજાયું જ નહિ. કેન્દ્રમાં સત્તા મળી ગઈ પરંતુ ગુજરાતની રાજનીતિ માટે મુખ્યમંત્રી કોણ બનશે એ મોટો વિષય રહ્યો છે. આનંદી બહેન ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી બન્યા પરંતુ પટેલ આંદોલનનો ભોગ બનાવીને ડિજિટલ રાજીનામું લઈ લેવામાં આવ્યું. આની પાછળનો પાર્ટીનો આંતરિક જૂથવાદ અને વિદ્રોહ અને પાટીદાર આંદોલન કરવા મહત્વનું રહ્યું. નીતિન પટેલને મુખ્યમંત્રી બનવાની છેલ્લી ઘડીએ વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા. રૂપાણી સાહેબ મોદી અને અમિત શાહની ગુદબુકમાં નામ હોવાના કારણે એમને સત્તા તો મળી ગયા પરંતુ વર્ષ ૨૦૧૭ ની ચૂંટણીમાં વધુ સારી પ્રદશન ન થઈ શક્યું. કહેવાય છે કે આવનારી ચૂંટણી માટે સર્વે કરવામાં આવ્યો છે જેમ ભાજપને આમ આદમી પાર્ટી આવવાના કારણે ૬૦-૭૦ સીટમાં સમેટાવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. એટલે મુખ્યમંત્રીની સંવેદનશીલ સરકારના સફળ વર્ષો પછી પણ મુખ્યમંત્રી ને રાજીનામું આપી દીધું. એને જાહેર કર્યું કે હું અમારી પાર્ટીમાં માત્ર જવાબદારી હોય છે. મે જવાબદારી નિભાવી છે.

વિજય રૂપાણી અમિત શાહના નિકટવર્તી તરીકે આનંદી બહેન પટેલ જૂથના પ્રભાવને ઓછો કરીને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે એવું માનવામાં આવતું હતું. પરંતુ પાંચ વર્ષ અને ૩૬ દિવસમાં વિજયભાઈ કઈ ખાસ પ્રભાવ પાડી શકાય નહિ. ગુજરાત ભાજપની પ્રયોગશાળા છે તો આઈન્સટાઈન નરેન્દ્ર મોદી જ છે. પટેલ સમાજ પરંપરાગત રીતે છેલ્લા અઢી દાયકાથી ભાજપ સાથે રહ્યો છે. પાર્ટીના પ્રથમ સીએમ કેશુભાઈના સમયગાળામાં સંગઠન નરેન્દ્રભાઈના ગણિતના લીધે સરકાર બનાવવાનો લક્ષ્ય હાંસલ કરી શક્યું. ભાજપનું કરોડરજ્જુ મનાતા આ સમાજનું ૧૫-૨૦ ટકા મત પર પ્રભુત્વ છે. રાજકીય રીતે જાગૃત પટેલ સમાજ અનામતની માંગને લઈને અડગ રહ્યો અને તેના ભાજપના સાથેના સંબંધો બગડવાની શરૂઆત થઈ. વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોના ગુસ્સાનો સામનો કરવો ભારે પડી શકે તેમ છે. જ્યારે હાલ કોરોનાનો પડકાર અને કાર્યકર્તાઓના અધિકારી રાજને લઈને કચવાટ વધી રહ્યો છે. તેવા સમયે પીએમ મોદીએ કથિત મોટા પાટીદાર નેતાઓની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને સામાન્ય કાર્યકરથી પ્રથમવાર ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી.

ગુજરાતમાં આમ આદમી પક્ષ સક્રિય થયા બાદ ભાજપમાં ફફડાટ છે. આપનો સામનો કરવા મોટાપાયે શરૂ થઈ ગઈ છે. આપના નેતા અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અમદાવાદની મુલાકાત લીધા બાદ ભાજપ એકાએક સક્રિય થઈ ગયો છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પક્ષ સક્રિય થતા ભાજપને ડર પેસી ગયો છે. ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલ અને વિજય રૂપાણી એકાએક તૈયારી શરૂં કરી છે તે બતાવે છે કે તેમના રાજકીય ચહેરા પર ગભરાટ છે.આવનારી વિધાનસભાની ચૂંટણીમાં વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી આવશે તો ભાજપ માટે કપરાં ચઢાણ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત કોરોના કાળમાં પ્રજાનો રોષ તથા સરકાર સામેની હતાશા દૂર કરવામાં નહીં આવે તો ભાજપ માટે જીત કઠિન છે.

ગુજરાતમાં છૂટછાટ મળ્યા બાદ રાજકીય પ્રવૃતિઓને વેગ મળી રહ્યો છે. ભાજપે અંદરખાને મનોમંથન શરૂ કરી દીધું છે. કોરોનાની સ્થિતિમાં પ્રજાના ગુસ્સાનો ભોગ બન્યા બાદ હવે ભાજપ પોતાની ઈમેજ સુધારવા માટે પ્રજાની વચ્ચે જઈને લોકસંવાદ કરશે. લોકોનું દિલ ફરી જીતવા માટે આ બેઠકમાં વિચારણા કરવામાં આવશે.ફરી લોકસંપર્ક વધારે મજબુત બનાવવા માટે જણાવવામાં આવશે.લોકોમાંથી એવી પણ ફરિયાદ ઊઠી હતી કે, ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારમાં કામ કરવાને બદલે ઘરમાં બેસી રહ્યા હતા. સ્થાનિક નેતાઓ પણ પ્રજા સામે સીધી રીતે સંપર્કમાં આવતા ડરે છે. તેઓ પણ પ્રજાના પ્રશ્નોના જવાબ આપી શકતા નથી. જેથી ધારાસભ્ય તથા આગેવાનોને ગુજરાત સરકાર અને સંગઠન દ્વારા કરવામાં આવેલી કામગીરીની પૂરેપૂરી માહિતી આપવામાં આવશે.
ડૉ. દિલીપ સિમ્યને અહિંસાની જે મીમાંસા કરી છે તે વર્ષો જુના જોગી રાજકારણી ને લાગુ પડે છે કે વર્ષો સુધી પક્ષની પોતાના માતાપિતા સમાન સેવા કરી છે પરંતુ દરેકવાર નસીબ હાથતાળી દઈને નીકળી જાય છે.

“બિરાદર, હું તારી હત્યા કરવા નહોતો માગતોપ.પણ પહેલાં તું મારા માટે એક વિચાર માત્ર હતો, એક અમૂર્ત વિચાર જે મારા મનમાં રહેતો હતો અને યોગ્ય પ્રતિક્રિયા આપવા મને પડકારતો હતોપ હું તારી હૅન્ડ-ગ્રેન્ડ, બેયોનેટ, તારી રાઇફલનું જ વિચારતો હતો; હવે જોઉં છું કે તારી એક પત્ની છે, તારો એક ચહેરો છે, તારા મિત્રો છે. મને માફ કર, બિરાદર. આપણે હંમેશાં બહુ મોડેથી જ જોઈ શકીએ છીએ. એ લોકો આપણને કહેતા કેમ નથી કે તમે લોકો પણ અમારા જેવા જ જુવાનિયા છો અને અમારી માતાઓ અમારા માટે ચિંતા કરે છે એટલી જ ચિંતા તમારી માતાઓ તમારા માટે પણ કરતી હોય છે. અમને પણ મોતનો એ જ ભય સતાવે છે, એ જ રીતે મરવાનું છે, એ જ પીડા ભોગવવાની છે – માફ કર બિરાદર, તું મારો દુશ્મન શી રીતે હોઈ શકે?”

હાલમાં જ ગુજરાતની રાજનીતિમાં ઉથલપાથલ થઇ અને જે સંવેદનશીલ સરકારના સફળ પાંચ વર્ષ પૂર્ણ થયા એજ સરકરના મુખ્યમંત્રીને બીજા જ મહિને રાજીનામુ આપવું પડ્યું. આ સવાલ આજે પણ આપણી સામે ઊભો જ છે. કહે છે કે સ્વાધીનતા, મુક્તિ, લોકશાહીને ટકાવી રાખવા માટે એની કિંમત ચુકવવી પડે છે અને એ કિંમત એટલે સતત તકેદારી – સતત જાગૃતિ. દર પાંચ વર્ષે ચૂંટણી થાય અને આપણે મત આપી આવીએ તે તો લોકશાહીનું ઔપચારિક સ્વરૂપ છે. એનોય ઉપયોગ છે અને ઇન્દિરા ગાંધીને એનો તરત અનુભવ થયો. પરંતુ લોકશાહી માટે એટલું પૂરતું નથી. નાગરિકો સતત જાગૃત રહે અને સવાલો પૂછતા રહે એ લોકશાહીનો અર્ક છે. સત્તા મૂળથી જ નબળી છે. એને ‘ના’ કહો એટલે એ જુલમો કરી શકે પણ એ જ તો એની નિશાની છે કે એની આજ્ઞાઓનું પાલન સ્વેચ્છાથી થતું નથી, માત્ર ડરથી થાય છે. એમ તો આપણે રસ્તે ચાલતાં ગાયથી પણ બચીને ચાલીએ છીએ કે ક્યાંક શિંગડું ન મારી દે. ગાય કોઈ શક્તિશાળી પ્રાણી તો નથી જ – અને આપણે એનાથી ડરતા પણ નથી. આપણી અસંમતિ સામે સત્તા પણ ગાય બની રહે છે.

મંડેલા આત્મકથામાં એક પ્રસંગ આલેખે છે. એ જ્યાં છુપાયા હતા ત્યાં એમણે એરગનથી એક પક્ષીને વીંધી નાખ્યું આ જોઈને મકાનમાલિકનો પાંચ વર્ષનો દીકરો વ્યાકુળ થઈ ગયો. એણે આંખમાં આંસુ સાથે મરેલા પક્ષીને જોયું અને પછી મંડેલાને પૂછ્યું કે એને શા માટે મારી નાખ્યું? બાળકે કહ્યું, “એની મા બહુ દુઃખી થઈ જશે.” એ વખતની પોતાની લાગણી વર્ણવતાં મંડેલા કહે છે કે “મારો મૂડ તરત બદલી ગયો. પહેલાં ગર્વની લાગણી હતી તેની જગ્યા શરમે લઈ લીધી. મનેલાગ્યું કે આ નાના બાળકમાં મારા કરતાં તો બહુ ઘણી માનવતા ભરી છે. દેશના નવા બનેલા ગૅરિલા આર્મીના વડા માટેઆ વિચિત્ર ક્ષણ હતી.” પરંતુ જે રાજદ્વારીના અંતરતમમાં આવી ગાઢ શાંતિપ્રિયતા ભરી હોય (અને યાદ રાખશો કે મંડેલા પોતાને શાંતિવાદી નહોતા માનતા) તો જ એ એક પક્ષીને મારી નાખવાની ઘટનામાંથી દાર્શનિક બોધપાઠ તારવી શકે.

ક્યારેક બસ સ્ટેન્ડ પર બસ ઊભી ન રહે અને બસ સ્ટેન્ડની પહેલાં કે એના થોડાં અંતર પછી ઊભી રહે ત્યારે ડ્રાઇવર કંડક્ટરનો ઉદ્દેશ પેસેન્જર્સને હેરાન કરવાનો નથી હોતો. આમ કરવા પાછળ એમના બે પ્રકારના પરમાર્થ હોય છે. (૧) બસ સ્ટેન્ડની આજુબાજુમાં જ રિક્ષા કે શટલ ઊભાં હોય. હવે આ લોકોનીય રોજીરોટીની ચિંતા ભલે બીજા લોકો ન કરે, ડ્રાઇવર-કંડક્ટર જરૂર કરે છે. કોઈને આમાં સગાવાદ દેખાતો હોય છે તો કોઈને ડ્રાઇવર-કંડક્ટરોનો હિડન સાઇડ બિઝનેસ દેખાતો હોય – જેને જે દેખાતું હોય એ ખરું, અમને તો આમાં માત્ર માનવતાવાદ દેખાય છે. અને એ લોકોનો બીજો પરમર્થ એ છે કે પેસેન્જર્સને આ રીતે દોડતાં દોડતાં ચાલવાની કે ચાલતાં ચાલતાં દોડવાની પ્રેક્ટિસ કરાવે છે, કે જેથી કરીને આમાંથી જ કોઈ વ્યક્તિ ભવિષ્યમાં મેરેથોન દોડમાં પહેલા નંબરે આવી શકે !

સમાચારોના માધ્યમ થકી સમાજમાં બદલાવ લાવવાની, રાજનીતિમાં ચાલતા ષડયંત્રો ઉઘાડા પાડવાની અને નેતાઓ તથા સરકારના કૌભાંડો ઉજાગર કરવાની જવાબદારી એક પત્રકારની છે. આ જવાબદારી તે બખૂબી નિભાવે છે અને તેમાં તે કોઈ કસર બાકી રાખતો નથી. પરંતુ આટલેથી કોઈ પણ બાબત પૂર્ણ નથી થઈ જતી. પ્રજાની પણ એટલી જવાબદારી બને છે કે તે તેની ફરજમાં ચૂક ન કરે. પ્રજા ક્યારેક એવું કાર્ય ન કરે કે, સચ્ચાઈ લખનાર પત્રકારને માથે કોઈ એક પક્ષનો થપ્પો મારી દેવામાં આવે. કારણ કે, જયારે કોઈ પક્ષ વિરોધી સાચા સમાચારો લખવામાં આવે છે ત્યારે જે તે પત્રકાર ઉપર એટલુ બધું દબાણ ઉભું કરવામાં આવે છે તો જરા વિચારો કે, જો કોઈ પત્રકાર દ્વારા ખોટા સમાચાર લખાઈ જાય તો તેની હાલત શું થઇ શકે છે ? પ્રજા કોઈ પણ સમાચાર વાંચીને જેટલી સહેલાઈથી કોઈ વિચાર વણી લેતી હોય છે તેટલી સહેલાઈથી એ સમાચાર ક્યારેય લખાયા હોતા નથી. સત્તાના સિંહાસને બેઠેલા લોકો હંમેશા તેમના સારા કામો જ જાહેર કરે છે ક્યારેય તેમના ખરાબ કામો કે પ્રજાના હિતમાં બાકી રહી ગયેલા કામોની જાહેરાત કરતા નથી તેમ છતાં આવી પરિસ્થિતિમાં જયારે કોઈ પત્રકાર પ્રજા માટે થઈને કોઈ હકીકત અને સત્ય સમાચાર પ્રજા સમક્ષ રજૂ કરે છે ત્યારે પ્રજા તેને સત્તા વિરોધી તરીકેનો થપ્પો મારી દેવાનું મુનાસીબ માને છે.

પત્રકાર માટે ક્યારેય એ મહત્વની બાબત નથી કે પ્રજા કોને પસંદ કરે છે, પત્રકાર માટે હંમેશા એક જ મહત્વની બાબત રહેલી હોય છે કે, પ્રજાએ પસંદ કરેલા હકીકતમાં પ્રજાના હિતમાં કર્યો કરે છે ? સત્તા જયારે કોઈ સારા કામો કરતી હોય ત્યારે પ્રજાએ તેનું અભિમાન લેવાની જરૂર નથી કેમ કે પ્રજાએ જયારે વિશ્વાસ મૂકીને તેને દેશ ચલાવવા માટે પસંદ કર્યા છે ત્યારે પ્રજાના હિતના કામો કરવા તે તેમની નૈતિક ફરજ બની જાય છે. કોઈ પત્રકાર સત્તાનો કે કોઈ પત્રકાર સત્તા વિરોધી નથી હોતો. પત્રકારનો પણ પરિવાર હોય છે છતાં આ બધાની વચ્ચે તે તમને હંમેશા ઘરે બેઠા સાચા સમાચારો દેખાડવા અથાગ પ્રયત્નશીલ રહે છે પરંતુ પરિણામે પ્રજા તરફથી તેને શું મળે છે ? કાંઈ નહીં. સત્તા વિરુદ્ધ સમાચાર લખે તો વિપક્ષનો થપ્પો અને વિપક્ષ વિરુદ્ધ લખે તો સચ્ચાઈનો થપ્પો ! જો કે હવે પ્રજાએ તેની આ માનસિકતા બદલવી પડશે નહીં તો પત્રકારોને કોઈ પણ પ્રકારના સચ્ચાઈ ધરાવતા સમાચારો રજૂ કરવામાં રસ ઓછો થઇ જશે અને લોકોને ગમે તેવા બનાવટી સમાચારો રજૂ કરવાની ટેવ પડી જશે.

  • પિન્કેશ પટેલ “કર્મશીલ ગુજરાત”
  • ‘હું તો બોલીશ’

You May Also Like : વિશ્વમાં એવું કોઈ બીજું બખ્તર નથી કે જે પિતાની હાજરી ને અતિક્રમી શકે છે…

Related posts

ભારતીય યુવાનોએ ટિક-ટોક જેવી ચીની એપ્લિકેશન મોહ ત્યાગવો પડશે…!

Charotar Sandesh

કાશ્મીરમાં નફરત ફેલાવનારા લોકો ક્યારેય સફળ નહી થઇ શકે : મોદી

Charotar Sandesh

ભારતીય સેના PM મોદીની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી: રાહુલ ગાંધી

Charotar Sandesh