Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો અનોખો કિમીયો : કોફીના જથ્થાની આડમાં થઈ રહી છે ડ્રગ્સની હેરાફેરી !

ગુજરાત પોલીસ

કચ્છ : ગુજરાત પોલિસ વિભાગ દ્વારા હાલમાં દરિયાઈ વિસ્તારમાં ચાલતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, તેમજ ખૂબ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી પાકિસ્તાનના નાપાક પ્રયાસને તોડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે.
ગુજરાત રાજ્યમાં કચ્છ-જામનગર સહિત પોરબંદર બાદ હવે જૂનાગઢના માંગરોળના દરિયાકાંઠેથી શંકાસ્પદ પેકેટો મળતા ચકચાર મચી છે.

જૂનાગઢના માંગરોળ દરીયા કિનારા નજીકથી સંગધીકત પેકેટો મળતા જુનાગઢ SOG પોલીસ સહિત મરીન પોલીસે ૪૦ જેટલા ચરસના પેકેટ ઝડપ્યા હતા

ગુજરાતમાંથી નશીલા પદાર્થો ઘુસાડવાનો કારોબાર વધતો જાય છે, તેવામાં SIT તેમજ પોલીસ દ્વારા સતત વોચ રખાઈ છે. જેમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ દરીયા કિનારે નશીલા પદાર્થના પકેટો તણાઇને આવ્યા હોવાની માહિતી મળતાં જૂનાગઢ એસપીએ સર્ચ ઓપરેશન હાથ ધરેલ. જેમાં પહેલા ૬ પેકેટો મળ્યા બાદ વધુ તપાસ હાથ ધરતાં કૂલ ૪૦ પેકેટ મળી આવેલ. તેની અંદાજીત કિંમત ૬૦ લાખ રૂપિયાની આસપાસ થાય છે, જે ચરસ ઝડપાવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળેલ છે.

આ બાબતે પોલીસના મતે નશીલા ડ્રગ્સ જેવા પદાર્થનો જથ્થો ગુજરાતમા ઘુસાડવાનું ષડયંત્ર રચવામાં આવેલ, પરંતુ દરિયાઈ સીમામા કોસ્ટગાર્ડ અને નેવીના ડરથી આ ચરસનો જથ્થો દરીયામાં ફેંકી દેવાનું સામે આવેલ છે, ત્યારે વધુ સર્ચ ઓપરેશન હાથ ધરી ચરસના એક પછી એક પેકેટ માંગરોળના દરીયા કિનારે મળી આવતાં પોલીસ પણ સતર્ક બનેલ છે.

આ તપાસમાં માંગરોળ દરીયા કિનારે નશીલા ચરસના પેકેટ મળેલ જે ઇન્ટરનેશનલ કોફીની પ્લાસ્ટીક થેલીઓમાંથી આવેલ. ત્યારે આ માલ ક્યાંથી સપ્લાઇ થયો તેમજ કોને ત્યાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ શરૂ કરી છે.

Other News : અમેરિકામાં ગેરકાયદે બોર્ડર પરથી ઘૂસણખોરી કરતા ૭ જેટલા ગુજરાતીઓ ઝડપાયા, IELTS કૌભાંડ ખૂલ્યુ જુઓ વિગત

Related posts

રાજ્ય સરકારનો નિર્ણય : ધો. ૧૦ના ૩.૫૦ લાખ વિદ્યાર્થીઓને ૬.૪૭ કરોડ ફી અપાશે પરત…

Charotar Sandesh

સીએમ રૂપાણી આજથી ૩ દિવસ રશિયાના પ્રવાસે, હિરા ઉદ્યોગના વિકાસ માટે ૨ એમઓયુ કરાશે…

Charotar Sandesh

ગુજરાતની વસતી ૨૦૨૧માં વધીને ૬.૬૧ કરોડ પહોંચશે : પોપ્યુલેશન રિપોર્ટ

Charotar Sandesh