ગાંધીનગ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપની ધમાકેદાર એન્ટ્રીથી તે ૨૭ બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. જ્યારે ગત વિધાનસભામાં કોંગ્રેસે જીતેલી ૩૬ બેઠકમાંથી હાલ શૂન્ય પરથી કોંગ્રેસ આગળ વધી શકી નથી. સૌથી વધુ ગુજરાતમાં આપની બેઠકો સુરતમાં મળી હતી. સુરત પાલિકામાં વિરોધ પક્ષમાંથી કોંગ્રેસ ગાયબ થઈ છે અને ત્યાં હવે આપના કાઉન્સિલરો દેખાય છે.
આ સાથે વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ પર નજર કરીએ તો ભાજપ માત્ર ૯૯ બેઠકોમાં સમેટાઇ ગઇ હતી જ્યારે કોંગ્રેસે ૭૭ બેઠકો જીતી હતી.
ગત ચૂંટણીના પરિણામની સરખામણીમાં ભાજપને ૧૬ બેઠકોનો ફટકો પડ્યો હતો અને કોંગ્રેસને ફાળે ૧૬ બેઠકો વધારે આવી હતી
નોંધનીય છે કે, વર્ષ ૨૦૦૭માં ભાજપને ૧૧૭ બેઠક મળી હતી, જે વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં ઘટીને ૯૯ થઈ ગયેલી. કોંગ્રેસને વર્ષ ૨૦૦૭ની ચૂંટણીમાં ૫૯ બેઠક મળી હતી,જે ૨૦૧૭ની ચૂંટણીમાં વધીને ૭૭ થઈ હતી.
છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. આવતા વર્ષ પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ૧૫૦થી વધુ સીટ જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે. છેલ્લા ૨૫ વર્ષથી રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસની પાર્ટી જ મહત્ત્મ દેખાતી હતી. પરંતુ આ વખતે આપની એન્ટ્રી બાદ ભાજપનાં સળવળાટ શરૂ થઇ ગયો હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતની આગામી ચૂંટણી માટે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી જોશમાં દેખાઇ રહી છે. આ પાર્ટીએ છેલ્લા એક વર્ષમાં રાજ્યનાં જાણીતા ચહેરાઓને પોતાની પાર્ટીમાં સ્થાન આપ્યું છે. જેના કારણે કહી શકાય કે, ભાજપને ચૂંટણીમાં ૧૫૦ સીટો જીતવામાં મુશ્કેલી દેખાતી હોય શકે છે. જેના કારણે ગુજરાત ભાજપમાં ધરખમ બદલાવ આવી રહ્યો છે.
Other News : હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ બદલાઈ શકે છે, જાણો વિગત