Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

રાજ્યના આ શહેરોમાં આગામી ૩ દિવસ તીવ્ર પવન સાથે વરસાદ પડશે : આગાહી કરાઈ

પવન સાથે વરસાદ

અમદાવાદ : રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર જતાં ગરમીનો ભારે અહેસાસ લોકોને થયો હતો, ત્યારે છેલ્લા ર દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા તાપમાનનો પારો નીચે રહેતા રાહત અનુભવાઈ હતી.

અમદાવાદ, વલસાડ, નવસારી સહિત ગુજરાતમાં કેટલાક શહેરોમાં પવન સાથે વરસાદ વરસવાની શક્યતા

ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે, રાજસ્થાનમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સરક્યુલેશનનો ટ્રફ ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી લંબાયો જોવા મળતા, હવે આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં કેટલાક શહેરોમાં પવન સાથે વરસાદ વરસવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરતથી અમદાવાદ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

Other News : ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહિ ? આજે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કરશે

Related posts

આ આગાહી તો ડરાવશે : ગુજરાતમાં વરસાદી આફતની સંભાવના, આ તારીખોમાં વરસાદના વરતારા

Charotar Sandesh

પરિણામના એક દિવસ પહેલાં ભાજપે જિલ્લા પ્રમુખો-શહેર પ્રમુખોની જાહેરાત કરી…

Charotar Sandesh

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ ખાતે ભૂકંપનો આંચકો

Charotar Sandesh