દેવુસિંહજી મંત્રી ભારત સરકાર અને ધારાસભ્ય પંકજ દેસાઈની ઉપસ્થિતિમાં ગૌપૂજન – હાઈવે પર ગેટનું ભૂમિ પૂજન અને પ્રથમ પાટની સ્થાપના વિધિ સંપન્ન
ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના વિશ્વ પ્રસિદ્ધ વડતાલધામમાં આચાર્ય મહારાજ , ચેરમેન સ્વામી શ્રીદેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો સંત સ્વામી , પુ નૌતમ સ્વામી, પુ શુકદેવ સ્વામી વગેરે સંતો મહંતોની ઉપસ્થિતિમાં પ્રસંગ ત્રિવેણી સર્જાણી. ગાય , ગેટ અને પ્રથમ પાટની પૂજાવિધિ થઈ.
સવારે ૯-૦૦ કલાકે વિધિવત્ ગૌમાતાનું પૂજન વડિલ સંતો અને યજમાનોના વરદ હસ્તે સંપન્ન થયું . સહુએ ગૌપૂજન કરીને રામજન્મભૂમિ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની મંગલકામના કરી. તલના લાડુ – કેળા અને ઘાસ અર્પણ કરીને સહુની તૃપ્તિ માટે ગાય માતાને પ્રાર્થના કરી . ત્રણ સો જેટલી ગિર ગાયોની સેવા વડતાલની ગૌશાળામાં થાય છે.
ત્યારબાદ ગોમતીજી ના કિનારે ચાલી રહેલા અક્ષરભૂવનના બાંધકામમાં પીલર અને કમાનનું આગળ વધતા પ્રથમ પાટની સ્થાપના વિધિ થઈ , જેમાં વડતાલ સંસ્કૃત પાઠશાળાના સંતો અને વિપ્રોએ વેદનાદ કર્યો હતો.
અને ૧૦-૩૦ કલાકે ને. હા. નં ૮ થી વડતાલ આવતા રસ્તા પર વિશાળ ૧૬ હજાર ઘુનફુટના પત્થરના ગેટનું ભૂમિપૂજન , આચાર્ય મહારાજ અને સંતોની સાથે સાથે ભારત સરકારના પ્રતિનિધિ મા. મંત્રીશ્રી દેવુસિંહજી ચૌહાણ, ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યુ.
આ પ્રસંગે શ્રીવલ્લભ સ્વામી શ્રીઘનશ્યામ ભગત ટ્રસ્ટી સભ્ય , પ્રભુતાનંદજી સ્વામી ટ્રસ્ટી સભ્યશ્રી તથા લાલજી ભગત, હરિઓમ સ્વામી પાઠશાળા , પવન સ્વામી કલાલી , ભાસ્કર ભગત , શામજીભાઈ લંડન તથા મિરાજ પટેલ- કાઉન્લીલર હેરો લંડન , શેઠશ્રી પંકજભાઈ વડોદરા, કુંડળધામવતિ ભાર્ગવ ભાઈ રાવ ખંભાત તથા તથા હાર્દિક – ઓસ્ટેલિયા, જયેશભાઈ વડતાલ અમેરિકા, ઘનશ્યામભાઈ થોરિયા સાહેબ જજશ્રી સુરત , મનોજભાઈ વડતાલ લંડન , દક્ષેશ પટેલ લંડન , મિલનભાઈ વડતાલ આફ્રિકા , સતિષભાઈ વડતાલ , દિલિપભાઈ નડિયાદ , બંદિસભાઈ – અમેરિકા, રાકેશભાઈ ભગત વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા શ્રી શ્યામવલ્લભ સ્વામી – નિકિત પટેલ વગેરે સ્વયં સેવકોની ટીમે સંભાળી હતી.
Other News : ખો-ખોની રમતમાં ઉમરેઠ તાલુકા કક્ષાએ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીનીઓએ ડંકો વગાડ્યો