Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

રાજ્યમાં આજે નવા 3794 કેસ : 8734 દર્દીઓ સાજા પણ થયા : આણંદમાં 125, ખેડા જિલ્લામાં 85

રાજ્યનો કોરોના રિકવરી રેટ વધીને 89.26 ટકા પર પહોંચ્યો…

અત્યાર સુધીમાં 1,53,83,860 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું…

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાનાં કેસમાં થઇ રહેલો સતત ઘટાડો સરકાર અને લોકોને હાશકારો આપનારો છે, રાજ્યમાં આજે કોરોનાનાં 3794 કેસો નોંધાયા છે. જ્યારે 53 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 9576 થયો છે, 8734 દર્દીઓ સાજા પણ થયા છે, જ્યારે કુલ 7,03,760 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 7,84, 219 પર પહોંચ્યો છે.

રાજ્યનો કોરોના રિકવરી રેટ વધીને 89.26 ટકા પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 80 હજારથી ઘટીને 75,134 પર પહોંચી છે. જેમાં 652 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 74,482 દર્દીઓની હાલત સ્થિર છે.

રાજ્યનાં વિવિધ જિલ્લા અને શહેરોમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ શહેરમાં 545, વડોદરા શહેરમાં 367, સુરત શહેરમાં 284, રાજકોટ શહેરમાં 178, જામનગર શહેરમાં 102 કેસ નોંધાયા છે.આ ઉપરાંત સુરતમાં 161, વડોદરામાં 131, સાબરકાંઠામાં 130, આણંદમાં 125, રાજકોટમાં 125, પંચમહાલમાં 105, બનાસકાંઠામાં 99, મહેસાણામાં 99, પોરબંદરમાં 88, કચ્છમાં 87, ખેડામાં 85, પાટણમાં 84, ભરૂચમાં 82, અમરેલીમાં 81, જુનાગઢ શહેરમાં 68, ભાવનગર શહેરમાં 69 કેસ નોંધાયા છે. દેવભુમી દ્વારકા 58, જામનગર 54, નર્મદા 51, નવસારી 48, ભાવનગર 47, મહિસાગર 46, વલસાડ 44, ગીર સોમનાથ 42, ગાંધીનગરમાં 41 આ ઉપરાંતના અન્ય જિલ્લાઓમાં 40 કરતા ઓછા કેસ નોંધાયા છે.

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે 1,68,248 લોકોને વેક્સિન આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં 1,53,83,860 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે

Related posts

ગૂજરાત વિદ્યાપીઠ ગ્રામસેવા કેન્દ્ર બોચાસણ સંચાલિત અધ્યાપન મંદિરમાં ગુરુ વંદના અને પૂર્વ તાલીમાર્થી સંમેલન યોજાયું

Charotar Sandesh

ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહેલને સોંપાઈ : ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ બનાવાયા

Charotar Sandesh

આજથી RTEના ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત : આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ, જુઓ સંપૂર્ણ પ્રક્રિયા

Charotar Sandesh