Charotar Sandesh
વર્લ્ડ

અફઘાનિસ્તાનમાં કાબુલથી જુદા જુદા વિમાનોમાં ૧૪૬ ભારતીયને ભારતમાં લવાયા

કાબુલ એરપોર્ટ દિલ્હી એરપોર્ટ

કાબુલ : સોમવારે સવારે દોહાથી ૧૪૬ ભારતીયો દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી એરપોર્ટ પર વધુ એક વિમાનભારતીયોને લઈને આવી ગયું છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI972 તેમને લઈને આવ્યું છે.

અગાઉ, કતાર એરવેઝની ફ્લાઈટ ઊઇ૫૭૮ રવિવારે રાત્રે ૧.૫૫ કલાકે ૩૦ ભારતીયોને લઈએન દોહાથી દિલ્હી પહોંછી હતી. કુલ ૧૪૬ ભારતીયો પરત પહોંચી ગયા છે. આ તમામ લોકોને રવિવારે અફઘાનિસ્તાનમાંથી રેસ્ક્યૂ કરીને કતારની રાજધાની દોહા લાવવામાં આવ્યા હતા. કતારમાં ભારતીય દૂતાવાસે રવિવારે ટિ્‌વટ કરીને આ માહિતી આપી હતી.

અફઘાનિસ્તાન પર કબજો કર્યાના એક સપ્તાહ બાદ તાલિબાન ટૂંક સમયમાં સરકાર બનાવવાની જાહેરાત કરી શકે છે

કાબુલ એરપોર્ટના ઉત્તર ગેટ પર અફઘાન સૈનિકો, પશ્ચિમી સુરક્ષા દળો અને અજાણ્યા હુમલાખોરો વચ્ચે ગોળીબાર થયો હતો.

જર્મન સેનાના જણાવ્યા અનુસાર, તેમાં એક અફઘાન સૈનિક માર્યો ગયો, જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા છે. આ લડાઈમાં અમેરિકન અને જર્મન સૈન્ય પણ સામેલ હતું. શનિવારે કાબુલ એરપોર્ટ પર ભાગદોડમાં અફઘાનિસ્તાનના સાત લોકો પણ માર્યા ગયા હતા.હામીદ કરઝઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીયો અને ૪૬ અફઘાની હિન્દુઓ અને શીખ રાહ જોઇ રહ્યા છે. તેમની પાસે ત્રણ શ્રી ગુરુ ગ્રંથ સાહિબ પણ છે. તેમને ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા લઈ જવામાં આવી રહ્યા છે. ભારતે એરફોર્સના પ્લેનમાં અફઘાનિસ્તાનમાંથી ૧૬૮ લોકોને બહાર કાઢ્યા હતા. તેમાં ૧૦૭ ભારતીયો હતા.

આ સિવાય છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકા અને NATOએ જે ૧૩૫ ભારતીયોને કાબુલથી કતારમાં પહોચાડ્યા હતા, તેમની પણ વતન વાપસી થઈ છે. કાબુલમાંથી ભારતીયોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. રવિવારે ૩૯૦ લોકો ત્રણ વિમાનો દ્વારા ભારત પરત ફર્યા, જેમાંથી ૩૨૯ ભારતીય છે. એરફોર્સના સી -૧૭ વિમાનમાંથી ૧૬૮ લોકો પરત ફર્યા જેમાં ૧૦૭ ભારતીયો અને ૨૩ અફઘાની શીખો અને હિન્દુઓનો સમાવેશ થાય છે.

અફઘાનિસ્તાનના ૩૪ માંથી ૩૩ પ્રાંત તાલિબાનના કબજામાં આવી ગયા છે. જે બાકી છે તે માત્ર પંજશીર છે, જેના માટે તાલિબાન અને પંજશીરના લડવૈયાઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે. તેના વિશે એવા અહેવાલો હતા કે પંજશીર લડવૈયાઓએ રસ્તામાં તાલિબાન પર હુમલો કર્યો. આ હુમલામાં ૩૦૦ તાલિબાન લડવૈયા માર્યા ગયા છે. તાલિબાને આ સમાચારને ખોટા ગણાવ્યા છે. તાલિબાનનો દાવો છે કે તેણે પંજશીરના બે જિલ્લા કબજે કર્યા છે.

આ સાથે નવા રાષ્ટ્રપતિના નામની પણ જાહેરાત થઈ શકે છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે ટોલો ન્યૂઝને જણાવ્યું હતું કે નવી સરકાર બનાવવા માટે અફઘાન નેતાઓ સાથે વાતચીત ચાલી રહી છે. તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અફઘાનિસ્તાનમાંથી લોકોનું સ્થળાંતર ચાલુ છે. તાલિબાનના ડર વચ્ચે, ઘણા દેશોના વિમાનો દરરોજ લોકોને સલામત સ્થળે લઈ જઈ રહ્યા છે.

Other News : અફઘાનીસ્તાનમાં દેખાયો મોસ્ટ વોન્ટેડ આતંકી ખલીલ હક્કાની, અમેરિકાએ જાહેર કર્યુ હતું ૩૫ કરોડનુ ઈનામ

Related posts

USA : ન્યૂજર્સી ખાતે નાવલી ગામના રહેવાસીઓની સમર પીકનીકનુ આયોજન

Charotar Sandesh

યુ.એસ.ના ન્યુજર્સીમાંથી ઇન્ડિયન અમેરિકન ન્યુરો સાયન્ટિસ્ટ મહિલા ડો.આરતી ક્રેઈબીચ કોંગ્રેસ વુમન તરીકે ચૂંટણીના મેદાનમાં…

Charotar Sandesh

વિશ્વની દરેક દસમી વ્યક્તિ કોરોનાગ્રસ્ત થઇ શકે છે : ડબલ્યુએચઓ

Charotar Sandesh