ખંભાત : રામનવમીના દિવસે ખંભાતમાં અસામાજીક તત્ત્વો દ્વારા પથ્થરમારાની ઘટના સામે હતી, જેના ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે ખંભાત તાલુકામાં સંવેદનશીલ એવા સ્થળો નક્કી કરીને ત્યાંનાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં શક્કરપુરમાં થયેલા ગેરકાયદે દબાણ હટાવવા કામગીરી શરૂ કરાઈ છે.
આ ડિમોલેશન સામે કોંગ્રેસના બે ધારાસભ્યો ઈમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખે વિરોધ નોંધાવ્યો
ત્યારે આ બાબતે કોંગ્રેસના બે ધારાસભ્યો ઈમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને રજુઆત કરતાં જણાવેેલ છે કેે, આ ડિમોલેશન ગેરબંધારણીય છે.
વધેમાં ઉત્તરપ્રદેશમાં યોગી સરકારમાં તોફાનીઓના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે, એ જ રીતે મધ્યપ્રદેશમાં પણ ગેરકાયદે દબાણો દૂર કરનાર સીએમ શિવરાજસિંહ ચૌહાણ દ્વારા તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. એ જ રીતે ગુજરાતમાં પણ પોલિસ તંત્ર દ્વારા તોફાન થયેલ સ્થળો નક્કી કરીને ત્યાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે, ત્યારે આ કાર્યવાહી સામે કોંગ્રેસના બે ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો છે.
Other News : રાજ્યમાં વહેલી ચુંટણીના ભણકારા : AAP પાર્ટી બાદ AIMIM પાર્ટીના ઔવેસીએ અમદાવાદની મુલાકાત લીધી