ચૈત્ર માસમાં ૩ વાર ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરનારને સંપૂર્ણ નર્મદાની પરિક્રમા કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે
નર્મદા : ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા એ સદીઓથી ચાલતી આવેલી આસ્થા છે. જે અંગે ધીરે-ધીરે હવે ભક્તોમાં જાગૃતતા આવી રહી છે. પાવન સલિલા મા નર્મદાજીની ઉત્તરવાહિની પરિક્રમાનો પ્રારંભ ચૈત્રી સુદ એકમથી થાય છે, વર્ષે શહેરમાંથી પ૦ હજાર જેટલા ભક્તો આ પરિક્રમામાં જોડાય છે.
ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાને પંચકોશી પરિક્રમા પણ કહેવામાં આવે છે
મા નર્મદાને રેવા કે મહેશ્વરી ગંગા પણ કહેવાય છે. નર્મદા વિશ્વની એક માત્ર એવી નદી છે, જેની પરિક્રમા કરાય છે. કહેવાય છે કે, મા નર્મદાનું અવતરણ ભગવાન શિવજીના પ્રશ્વેત બિંદુઓથી થયેલું છે.
સ્કંદ પુરાણમાં કહેવાયું છે કે મા નર્મદાની પરિક્રમા સૌપ્રથમ માર્કેન્ડલ નામના ઋષિમુનિએ કરી હતી. નર્મદા નદીની પરિક્રમા કરવાથી ર૧ જન્મોનો મોક્ષ મળે છે. અલબત્ત, શાસ્ત્રોક્ત પરિક્રમા પૂર્ણ કરતાં ૩ વર્ષ અને ૧૩ દિવસનો સમય લાગે છે.
વડોદરાથી ૮ર કિ.મી. રાજપીપળાથી ૧૪ કિ.મી. – સ્ટેચ્યુ ઓફ યુનિટી પહેલા આવતાં ગરુડેશ્વરથી ૧૧ કિ.મી. દુર આવેલાં રામપુરા ગામ આવેલું છે.
- ૧૭ કિ.મી.ની ઉત્તરવાહિની પરિક્રમા કરતા ૩ થી ૪ કલાકનો સમય લાગે છે…
આ પરિક્રમા ૧૭ કિ.મી.નો છે, જેને પૂર્ણ થતાં અંદાજિત ૩ થી ૪ કલાકનો સમય લાગે છે, મોટાભાગના લોકો રામપુરાના રણછોડજી મંદિરથી આ પરિક્રમાનો પ્રારંભ કરે છે. ત્યાંથી માંગરોળ થઈ રામાનંદ આશ્રમથી નર્મદાજીના તટ પર ઉતરી જાય છે ત્યાંથી સામે તિલકવાડા તટ પર પહોંચી ત્યાંથી નાવડીમાં બેસી તિલકવાડા પહોંચે છે. ત્યારબાદ ત્યાંથી ઉત્તર તટથી પરિક્રમા શરૂ કરાય છે. - આ પહેલા મણિનાગેશ્વર મહાદેવ મંદિર અને પછી કપિલેશ્વર મહાદેવ મંદિર થઈને રામપુરાના સામેના તટ પર જવાનું હોય છે. ત્યાંથી ફરી એકવાર નાવડીમાં બેસી રામપુરા આવવાનું હોય છે, જ્યાંં રણછોડજી મંદિરના દર્શન કરી ત્યાં મા નર્મદાનું જળ ચઢાવી આ પરિક્રમાની પૂર્ણાહુતિ કરાય છે.
મયુરભાઈ જોશી – M. 95107 02473
Other News : સીનોર તાલુકાના અંબાલી ગામે આવેલ શ્રી મહાસતી અનસૂયા માતાજીના મંદિરનું મહત્ત્વ અને ઈતિહાસ