વડોદરા : દિવાળી પર્વમાં વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ મુસ્લિમ હોસ્પિટલ નજીક જૂથ અથડામણની ઘટના બની છે, મોડી રાત્રે ફટાકડા (cracker) ફોડવાની બાબતમાં તકરાર થતાં બે જૂથ સામસામે આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જોત જોતામાં સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે તોફાની તત્વોના ટોળાએ દુકાનો અને વાહનોમાં આગચંપી કરી હતી. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ દરમિયાન એક પેટ્રોલ બૉમ્બથી પણ હુમલો કરાયો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કર્મચારીઓના કાફલા સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો. બીજીતરફ ફાયર બ્રિગેડની ટીમોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
પોલીસ હવે તોફાની તત્વોને શોધવા માટે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી છે
તો બીજી તરફ રાજકોટના મોરબી રોડ પર ફટાકડા (cracker) ફોડવા મુદ્દે બબાલ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. શાબ્દિક બોલાચાલી બાદ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. છરી વડે હુમલામાં ૪ લોકો ઈજાગ્રસ્ત થયા. જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર છે. પોલીસે હાલ ૨ શખ્સોની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Other News : દિવાળી બાદ ન્યુ દિલ્હી-નોઇડામાં પ્રદૂષણ જોખમી સ્તરે વધ્યુ, હવા ૧૦ ગણી ઝેરી થઇ