USA : ‘મારા ગુરુ, મારા પથદર્શક’ – થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પરમાત્મા પ્રતિ શ્રદ્ધાને દ્રઢ કરાવનાર અને મહાન પથદર્શક એવા ગુરુના પ્રભાવને રજૂ કરતાં મનનીય પ્રવચનો અને પ્રેરણાદાયી કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા મહાનુભાવોએ BAPS અને સ્વામિનારાયણ અક્ષરધામના અદ્વિતીય સાંસ્કૃતિક પ્રદાનને બિરદાવ્યું.
આ કાર્યક્રમમાં જીવનના કઠિનતમ પ્રશ્નોમાં યોગ્ય માર્ગદર્શન દ્વારા વ્યક્તિને હૂંફ આપીને, સાચો રસ્તો ચીંધીને, પરમાત્મામાં શ્રદ્ધા દ્રઢ કરાવનાર એવા ગુરુની વિરલ ભૂમિકા ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક નેતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં જુલાઇ ૧૬, ૨૦૨૩ ના દિને રોબિન્સવિલમાં “ફેસ્ટિવલ ઓફ ઈન્સપીરેશન્સ એટલે કે “પ્રેરણાના મહોત્સવ”નો આરંભ થયો હતો. આ મહોત્સવ અંતર્ગત, તાઃ ૫ ઓગસ્ટના રોજ, સ્વામિનારાયણ અક્ષરધામ, રૉબિન્સવિલ, ન્યૂજર્સી ખાતે ‘ મારા ગુરુ, મારા પથદર્શક’ થીમ હેઠળ વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો હરિભક્તોની સાથે સેંકડો સંતો અને અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જીવનના કઠિનતમ પ્રશ્નોમાં યોગ્ય માર્ગદર્શન દ્વારા વ્યક્તિને હૂંફ આપીને, સાચો રસ્તો ચીંધીને, પરમાત્મામાં શ્રદ્ધા દ્રઢ કરાવનાર એવા ગુરુની વિરલ ભૂમિકા ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
‘Health EC’ ના પ્રમુખ અને CEO એવા શ્રી આર્થર કપૂરે સ્વામિનારાયણ અક્ષરધામને હિન્દુ સંસ્કૃતિ અને મૂલ્યોના પ્રતીક તરીકે બિરદાવ્યું હતું. શ્રી કપૂર વિઝનરી ઉદ્યોગસાહસિક છે, જેમણે ‘data-driven’ સ્વાસ્થ્ય સેવાઓમાં નવો ચીલો ચાતર્યો છે. તેઓની સાથે તેમના પત્ની શ્રીમતી સંગીતા કપૂર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
Nilesh Patel, USA
Other News : અડાસ સ્થિત શહીદ સ્મારક ખાતે દર વર્ષે ૧૮ ઓગસ્ટના દિવસે શહીદવીરોના માનમાં શહિદ સ્મૃતિ દિનની ઉજવણી કરવામા આવે છે