Charotar Sandesh
વર્લ્ડ

USA : ૧૫ ઓગસ્ટે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કેવરમાં અત્યાર સુધીનો સૌથી મોટો તિરંગો ફરકાવાશે

ન્યૂયોર્ક ટાઈમ્સ સ્કેવર (Newyork Time Sqaure)

USA : ભારતના ૭૫મા સ્વાતંત્ર્ય દિવસની શાનદાર ઉજવણી અમેરિકાના ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કેવર (Newyork Time Sqaure) માં કરવા માટે તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.

ભારતીય મૂળના નાગરિકો દ્વારા દર વર્ષે અહીંયા આઝાદી પર્વની ઉજવણી કરાતી હોય છે પણ આ વખતે અત્યાર સુધીનો સૌથી મોટો તિરંગો ટાઈમ્સ સ્કેવરમાં ફરકાવવામાં આવશે. આ તિરંગો ૨૫ ફૂટ ઉંચા પોલ પર ફરકાવાશે. જેની લંબાઈ ૧૦ ફુટ અને પહોળાઈ ૬ ફૂટ હશે. ભારતના અમેરિકા સ્થિત કોન્સ્યુલ જનરલના હસ્તે આ તિરંગો ફરકાવવામાં આવશે.

ફેડરેશન ઓફ ઈન્ડિન એસોસિએશન નામના સંગઠન દ્વારા દિવસભર વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે.

સાથે સાથે ન્યૂયોર્કના ખ્યાતનામ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગને પણ તિરંગાના રંગોમાં રોશન કરાશે

સાંજના સમયે ન્યૂયોર્કની હડસન નદીમાં એક ક્રુઝનુ આયોજન કરાયુ છે. જેમાં વીઆઈપીઓ પણ હાજરી આપશે. આઝાદી પર્વે યોજનારા સમારોહમાં ભારતીય મૂળના અમેરિકન ચેસ પ્લેયર અને સૌથી નાની વયના ગ્રાન્ડ માસ્ટર અભિન્યુ મિશ્રા પણ હાજરી આપશે. તેની વય માત્ર ૧૨ વર્ષની છે.જ્યારે વિમ્બલડન જુનિયર ટુર્નામેન્ટ જીતનાર ભારતીય મૂળના ૧૭ વર્ષના સમીર બેનરજીને સન્માનિત કરાશે.

  • Nilesh Patel

Other News : અમેરિકામાં શાળાઓ ખોલવી ભારે પડી : બાળકો પર કોરોના વાયરસનો કહેર, આંકડો ચોકાવનારો

Related posts

અમેરિકા-ઇરાન વચ્ચે તંગદિલીઃ ટ્રમ્પે દૂતાવાસના અધિકારીઓને પરત બોલાવ્યા

Charotar Sandesh

કોરોના સંકટ વચ્ચે પણ એમેઝોન સીઇઓની સંપત્તિમાં ૪૦૦૦ કરોડ ડોલરનો વધારો…

Charotar Sandesh

કોરોના વાયરસ : ચીનમાં મૃત્યુઆંક ૧૫૦૦એ પહોંચ્યો, ૬૪૬૦૦થી વધુ લોકોને ચેપ…

Charotar Sandesh