Charotar Sandesh
ઈન્ડિયા

’નવી સ્ક્રેપિંગ’ પોલીસી લોન્ચ : ગાડીઓની ઉંમર નહીં, ફિટનેસને આધારે સ્ક્રેપ કરાશે

સ્ક્રેપિંગ પોલિસી (Scraping-policy)
નવી કાર ખરીદવા પર ૫%ની છુટ, રજીસ્ટ્રેશન-રોડ ટેક્ષમાં પણ રાહત
દેશના માર્ગો પરથી ૧૫ થી ૨૦ વર્ષ જુના વાહનો હટાવવામાં પોલીસી મદદરૂપ બનશે, આવા વાહનો ફીટનેસ ટેસ્ટમાં ફેલ થાય કે રજીસ્ટ્રેશન સર્ટી રીન્યુ ન કરાવાય તો ૧લી જુન ૨૦૨૪થી રજી. રદ્દ થશે, દેશમાં શરૂ થશે ૪૫૦ – ૫૦૦ વ્હીકલ ફિટનેસ સેન્ટર
કેન્દ્રની નવી નીતિ ૧ ઓક્ટોબર ૨૦૨૧થી લાગુ થશે,  ભાવનગરના અલંગ ખાતે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે

ગાંધીનગર : કેન્દ્રની વ્હીકલ સ્ક્રેપ પૉલિસી (Vehicle-Scrape-Policy) ને આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી પીએમ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ દરમ્યાન પીએમ મોદી અને ગડકરી બંનેએ આ પૉલિસીના ફાયદાને લઈને વિસ્તારથી વાત કરી હતી.

વીડિયો-કોન્ફરન્સિંગથી જોડાયા બાદ પીએમ મોદીએ સ્ક્રેપિંગ પોલિસી (Scraping-policy) માં મહત્ત્વની ઘોષણા કરી હતી કે જે પણ વ્યક્તિ પોતાના જૂના વાહનને સ્ક્રેપમાં આપશે તેને સ્ક્રેપ પર એક સર્ટિફિકેટ મળશે અને આ સર્ટિફિકેટ રજૂ કરવા પર નવા વાહનની ખરીદી પર રજિસ્ટ્રેશન ચાર્જ નહીં લાગે. એટલું જ નહીં, નવા વાહનની ખરીદી પર લાગુ થતા રોડ ટેક્સમાં પણ ડિસ્કાઉન્ટ મળશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરી ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વર્ચ્યુઅલ જોડાયેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ૭૫મા સ્વતંત્રતા દિવસ પહેલાં આજનો આ કાર્યક્રમ આત્મનિર્ભર ભારતના મોટાં લક્ષ્યોને સાકાર કરવામાં એક મોટું કદમ છે. આ પોલિસી નવા ભારતની મોબોલિટી ને ઓટો સેક્ટરને નવી ઓળખ આપશે. દેશમાં આ પોલિસીને કારણે સકારાત્મક પરિણામ આવશે. સ્ક્રેપિંગ પોલિસી (Scraping-policy) સમયની માગ છે. આ પોલિસીમાં ઉદ્યોગકારોની મોટી ભૂમિકા છે. આ પોલિસી ૧૦ હજાર કરોડથી પણ વધારે રોકાણ લાવશે. આગામી ૨૫ વર્ષ દેશ માટે મહત્ત્વનાં છે. આ પોલિસી પર્યાવરણ માટે પણ જરૂરી છે. આગામી સમયમાં આપણા વ્યાપારી જીવનમાં મોટાં પરિવર્તનો આવશે.

મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં દર વર્ષે આ રીતની ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરવામાં આવે છે, જેની શરૂઆત ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ કરી હતી. શુક્રવારે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ સાત કંપનીઓએ સરકાર સાથે એમઓયૂ સાઇન કર્યુ છે. જેમાં ૬ ગુજરાતની અને એક આસામની કંપની સામેલ છે.

Other News : ટેક્સ પેયર્સ માટે ગુડ ન્યૂઝ : આવકવેરા વિભાગ ITR માટે કપાયેલી લેટ પેમેન્ટ ફી પાછી આપશે

Related posts

ડુંગળી આમ આદમીને રડાવશે : ભાવ ૮૦થી ૯૦ રૂપિયે કિલો પહોંચ્યા…

Charotar Sandesh

દિવાળી ભેટ : લોન મોરેટોરિયમ ગાળામાં વ્યાજ પર વ્યાજની ચુકવણી કેન્દ્ર કરશે…

Charotar Sandesh

ઉત્તરાખંડ આપત્તિ : વડાપ્રધાન-ગૃહમંત્રીની સતત દેખરેખ…

Charotar Sandesh