દેશમાં બાળકો માટે જલ્દી જ વેક્સિનેશન થશે
નવીદિલ્હી : હાલમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના યોગ્ય લોકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે. ભારતમાં વેક્સિનેશનની શરૂઆત ઘણા ચરણો હેઠળ શરૂ કરવામાં આવી હતી. વેક્સિનેશનના પ્રથમ ચરણની શરૂઆત ૧૬ જાન્યુઆરીએ થઈ હતી. જેની હેઠળ સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિન લગાવવામાં આવી હતી.
ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ દ્વારા કટોકટી ઉપયોગ અધિકૃતતા આપેલી વેક્સિનમાંથી માત્ર એક વેક્સિન એવી છે, જે ૧૨ વર્ષની ઉંમરથી વધુના બાળકો માટે મંજૂર કરવામાં આવી છે. આ વેક્સિન અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાની ઢઅર્ઝ્રદૃ-ડ્ઢ વેક્સિન છે. અત્યાર સુધી આ વેક્સિનને દેશના વેક્સિનેશન અભિયાનમાં સામેલ કરવામાં આવી નથી.
DCGIની નિષ્ણાંત પેનલે ૧૨-૧૮ વર્ષના લોકો માટે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડના કોવેક્સિનની પણ ભલામણ કરી છે
જો કે કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે ‘આખરી મંજૂરી આપવામાં આવે તે પહેલાં કંપની પાસેથી વધારાની માહિતી માંગવામાં આવી છે’.સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા ના અદાર પૂનાવાલાએ મંગળવારે કહ્યું કે પૂણે સ્થિત વેક્સિન નિર્માતા કંપની આગામી ૬ મહિનામાં બાળકો માટે કોરોના વાઈરસ વેક્સિન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.
પૂનાવાલાએ રેખાકિત કર્યું કે વેક્સિન જે બાળકો માટે તૈયાર કરવામાં આવશે, તે અમેરિકાની બાયોટેક્નોલોજી કંપની નોવાવેક્સની કોવિડ ૧૯ વેક્સિન છે. તેમણે કહ્યું કે કોવોવેક્સ નામથી તેમની કંપની દ્વારા સ્થાનિક સ્તરે તેને તૈયાર અને ઉત્પાદન કરવામાં આવશે. અમે બાળકોમાં ગંભીર બિમારી જોઈ નથી. હાલમાં બાળકોને લઈ ગભરાવવાની વાત નથી. અમે ૬ મહિનામાં તેમના માટે એક વેક્સિન લોન્ચ કરીશું. આશા છે કે આ વેક્સિન ૩ વર્ષની ઉંમર સુધીના બાળકો માટે પણ હોય.
પૂનાવાલા દિલ્હીમાં એક ઈન્ડસ્ટ્રી કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. તેમને કહ્યું કે અમારી કોવોવેક્સ રસીની ટ્રાયલ ચાલી રહી છે. રસીએ ત્રણ વર્ષની વય જૂથ સુધી તમામ બાબતોમાં ઉત્તમ ડેટા દર્શાવ્યો છે. આવનારા ૬ મહિનામાં વેક્સિનને લોન્ચ કરવામાં આવશે.
Other News : ઓમિક્રોન વેરિયન્ટના દર્દીઓને શ્વાસ લેવામાં કોઈ તકલીફ પડતી નથી : જાણો કેવા હોય છે લક્ષણો