મુંબઈ : બોલીવુડના પીઢ ગાયક અને સંગીતકાર બપ્પી લાહેરીનું બુધવારે સવારે મુંબઇ હોસ્પિટલમાં નિધન થયું છે. હિન્દી સિનેમામાં ડિસ્કો મ્યૂઝિકને લોકપ્રિય બનાવનારા બપ્પી લાહેરી ૬૯ વર્ષના હતા.
બપ્પી લહેરીને સંગીત ઈન્ડસ્ટ્રીમાં ડિસ્કોકિંગ કહેવામાં આવે છે. તેમનું સાચું નામ આલોકેશ લાહિડી હતું. બપ્પી લહેરી તેમના સંગીતની સાથે-સાથે સોનું પહેરવાની તેમની શૈલી માટે પણ જાણીતા હતા.
અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે
બપ્પી લહેરીના પરિવારના લોકોએ જણાવ્યું કે, તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે. તેમનો દીકરો બપ્પા અત્યારે અમેરિકામાં છે અને તે આવતીકાલ બપોર સુધીમાં મુંબઈ પહોંચશે. તેના પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
થોડી દિવસ પહેલા જ લતા મંગેશકરે આ દુનિયાને અલવિદા કહ્યું હતું, હવે બપ્પી લહેરી વિશે આવી રહેલા આ સમાચાર મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માટે ઝટકાથી ઓછા નથી.
Other news : દેશમાં કોને નોકરી અને ૧૫ લાખ રૂપિયા મળ્યા : રાહુલ ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ