Charotar Sandesh
ગુજરાત

વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પ્રક્રિયા શરૂ : સવારથી મતદારોની લાંબી કતારો

મતદાન

Surat : ગુજરાત વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન (voting) શરૂ થયું છે, ત્યારે સવારથી જ મતદાન મથકે લાંબી લાઈનો લાગી છે. સવારના ૯.૩૦ સુધી સરેરાશ ૪.૯૨ ટકા મતદાન નોંધાયું છે, ડાંગ જિલ્લાનું સૌથી વધુ ૭.૭૮ ટકા વોટિંગ જ્યારે કતારગામ સીટ પર સૌથી ઓવું ૧.૪૧ ટકા વોટિંગ થયું છે, આજે સમય જતાં વોટિંગ વધશે તેમ મનાઈ રહ્યું છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મતદાન કર્યું હતું

આ સાથે કોંગ્રેસના નેતા અને અમરેલી બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીએ અનોખા વિરોધ સાથે સાયકલ પાછળ ગેસ સિલિન્ડર બાંધીને પોતાના દિકરાઓ સાથે મતદાન કરવા બુથ ઉપર પહોંચ્યા હતા.

પ્રથમ તબક્કામાં ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો પર મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, અને વલસાડ જિલ્લામાં મતદાન થશે. એટલે કે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની ચૂંટણી પૂર્ણ થઈ જશે.

Other News : ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં તમને કામ લાગે તેવી આ ત્રણ વેબસાઈટ : જુઓ વિગત

Related posts

અમેરિકાના વીઝા અપાવવાના બહાને પટેલ પરિવાર સાથે એજન્ટે ૮.૫૦ લાખની છેતરપિંડી આચરી…

Charotar Sandesh

ગુજરાતમાં યુવાપેઢી બેરોજગારીના કાળચક્રમાં ફસાઈ

Charotar Sandesh

વડોદરામાં હિટ એન્ડ રન કેસ : ખુલ્લી જીપમાં રોફ જમાવતા નબીરાએ માસૂમ બાળકને કચડી નાંખ્યો…

Charotar Sandesh