અમદાવાદ : ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરાઈ છે. જણાવ્યા અનુસાર એકાદ જગ્યાએ વરસાદ વરસી શકે છે, પરંતુ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.
હવેથી ગુજરાતમાં ચોમાસુ વિદાય લેશે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ વિદાય લઇ રહ્યું છે, હાલ તો ઓક્ટોબર મહિનામાં રાત્રિનું તાપમાન નીચું જાય છે, પરંતુ ચોમાસાને લઈ હવામાન વિભાગે કહ્યું ગુજરાતમાંથી આગામી ૧-૨ દિવસમાં ચોમાસુ વિદાય લેશે
હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તીએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરી જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં આગામી પાંચથી સાત દિવસમાં વરસાદ વરસવાની શક્યતા નથી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે પરંતુ તે અંગેની શક્યતા પણ ઘણી જ ઓછી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તીએ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવા અંગે જણાવ્યુ કે, હાલ અહીં કોઇ શક્યતા નથી.
Other News : દિલ્હી-NCRથી લઈ ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડ સુધી ધરતી ધ્રુજી : ભૂકંપના આંચકા અનુભવાયા