Charotar Sandesh
ઈન્ડિયા

વિશ્વ રેકોર્ડ : તેલંગાણામાં ૧૦-લાખ છોડ લગાવવામાં આવ્યા

હૈદરાબાદ : દેશમાં ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ હેઠળ આદિલાબાદ જિલ્લામાં એક કલાકમાં ૧૦ લાખ છોડ લગાવીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોડ્‌ર્સમાં નામ નોંધાવવા માટે એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સંસદસભ્ય જોગિનીપલ્લી સંતોષકુમારની પહેલ ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ દ્વારા એ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. સ્વયંસેવકોને સંપૂર્ણ વિસ્તારને ૧૦ ક્ષેત્રોમાં વિભાજિત કર્યો, જેમાં ૩૦,૦૦૦થી વધુ તેલંગાણા રાષ્ટ્ર સમિતિના સભ્યો અને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો. રાજ્યસભાના સંસદસભ્ય સંતોષકુમારે ચાર વર્ષ પહેલાં એક ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ ઝુંબેશ શરૂ કર્યું હતું. આ ઝુંબેશ હેઠળ કરોડો છોડ લગાવવામાં આવ્યા છે.

World Record : એક કલાકમાં ૧૦ લાખ છોડ લગાવીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોડ્‌ર્સમાં નામ નોંધાવવા માટે એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું…

દુર્ગાનગરમાં ૨૦૦ એકરથી વધુ ફેલાયેલા વન ક્ષેત્રમાં મિયાવાકી મોડલના માધ્યમમાં પાંચ લાખ છોડ લગાવવામાં આવ્યા હતા. ૬૦ મિનિટમાં આદિલાબાદ ગ્રામીણ બેલા મંડલમાં બે લાખ છોડ, શહેરી ક્ષેત્રના ૪૫ ઘરોમાં ૧,૮૦,૦૦૦ છોડ લગાવવામાં આવ્યા. સ્વયંસેવકોએ આર અને બી -બંને બાજુ ૧,૨૦,૦૦૦ છોડ લગાવવામાં આવ્યા હતા. આયોજકોએ જણાવ્યું હતું કે સંપૂર્ણ કાર્યક્રમમાં બધા નિયમોનું પાલન કર્યું છે અને વિડિયો રેકોર્ડ પણ થયો છે, જેને ગિનીઝ બુક વર્લ્ડ રેકોડ્‌ર્સમાં મોકલવામાં આવશે. આ પ્રસંગે તેલંગાણાના વન પર્યાવરણ ઇન્ડ્ર કરણ રેડ્ડીએ કહ્યું હતું કે રોગચાળાએ બધાને પર્યાવરણ અને જળવાયુની સુરક્ષાનું મહત્ત્વ સમજાવ્યું. વંડર બુક ઓફ રેકોડ્‌ર્સે દુર્ગાનગર ક્ષેત્રમાં વૃક્ષારોપણનું અવલોકન કર્યા પછી આયોજકોને પ્રશંસા પ્રમાણપત્ર આપ્યું હતું. સૌથી વધુ છોડ લગાવવાનો રેકોર્ડ તુર્કી પાસે હતો, જેણે ૨૦૧૯માં ૩.૦૩ લાખ છોડ લગાવીને રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. જેણે ભારતે તોડવાનો પ્રયાસ કર્યો છે.

You May Also Like : https://www.charotarsandesh.com/vima-company-now-the-modi-government-is-preparing-for-the-privatization-of-government-insurance-companies/

Related posts

હવે કોઇ અવળચંડાઇ કરી તો અમે ફાયરિંગ કરતાં ખચકાઇશું નહીં : ભારતનો ચીનને સ્પષ્ટ સંદેશ…

Charotar Sandesh

ખેડૂતોનું દેશવ્યાપી ચક્કાજામનું એલાન, દિલ્હી સરહદે લોખંડી બંદોબસ્ત ગોઠવાયો…

Charotar Sandesh

કેરળમાં પૂરને કારણે ૧૮ લોકોના મોત, અનેક લોકો લાપતા થયા

Charotar Sandesh